Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

સિડની ટી-ટ્‌વેન્ટીમાં ટીમ ઈન્ડિયાની જીત

સિડનીમાં આજે રમાયેલી ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે અતિરોમાંચક મેચમાં બે બોલ ફેંકવાના બાકી હતા ત્યારે યજમાન ઓસ્ટ્રેલિયા ઉપર છ વિકેટે જીત મેળવી લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૪ રન કર્યા હતા. ઓસ્ટ્ર્‌ેલિયા તરફથી શોર્ટે સૌથી વધુ ૩૩ રન બનાવ્યા હતા. જીતવા માટેના ૨૦ ઓવરમાં ૧૬૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ચાર વિકેટ ગુમાવીને ૧૬૮ રન કરી લીધા હતા. ૧૯.૪ ઓવરમાં ભારતે આ રન કર્યા હતા. ભારત તરફથી શિખર ધવને ૨૨ બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૧ રન કર્યા હતા જ્યારે વિરાટ કોહલીએ ૪૧ બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ ૬૧ રન કર્યા હતા. મેન ઓફ દ મેચ તરીકે કૃણાલ પંડ્યાની પસંદગી કરાઈ હતી. કૃણાલ પંડ્યાએ આ મેચમાં ૩૬ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
અત્રે નોંધનીય છે કે, મેલબોર્ન ખાતે અગાઉ રમાયેલી બીજી વન ટ્‌વેન્ટી મેચ વરસાદના કારણે આખરે રદ કરી દેવામાં આવી હતી. અગાઉ બ્રિસ્બેનના મેદાન પર ૨૧મી નવેમ્બરના દિવસે રમાયેલી ટ્‌વેન્ટી શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર અતિરોમાંચક મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ચાર રને જીત મેળવી હતી. જીતવા માટેના ૧૭ ઓવરમાં ૧૭૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૧૭ ઓવરમાં સાત વિકેટે ૧૬૯ રન કરી શકી હતી. ૨૧મી નવેમ્બરના દિવસે રમાયેલી મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ હવે તેમની વચ્ચે રમાયેલી કુલ મેચો પૈકી છ મેચો જીતી લીધી છે.
વર્ષ ૨૦૧૫-૧૬ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમનો દેખાવ જોરદાર રહ્યો હતો. સ્ટાર બેટ્‌સમેન સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર હજુ સુધી ટીમની બહાર છે છતાં પણ ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની છેલ્લી ટી-૨૦ શ્રેણીમાં ૩-૦થી ક્લિનસ્વીપ કરવામાં સફળતા મેળવી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાને પાકિસ્તાનની સામે ટી-૨૦ શ્રેણીમાં ૦-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહની બોલિંગ આજે પણ શાનદાર રહી હતી. સતત બીજી મેચમાં ભારતીય બોલરોની બોલિંગ શાનદાર રહી હતી. બીજી મેચ પણ લો સ્કોરીંગ રહી હતી. અલબત્ત, બીજી મેચમાં વરસાદ વિલન બનતા નિરાશા હાથ લાગી.

Related posts

કર્ણાટક ચૂંટણી : સંઘ સક્રિય થતાં ભાજપને રાહત

aapnugujarat

ડોલર સામે રૂપિયો ૭૧.૫૮ સુધી ગગડ્યો

aapnugujarat

जेपी नड्डा को बनाया गया बीजेपी कार्यकारी अध्यक्ष

aapnugujarat

Leave a Comment

UA-96247877-1