Aapnu Gujarat
ગુજરાત

કોર્પોરેશનમાં ૨૨ વર્ષ પછી કારકુન કેટેગરીમાં પ્રમોશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે. કમિશનર વિજય નેહરાના આદેશથી ખાસ બહાર પડાયેલા બે જીડીએસટીમાં બઢતીના ઓર્ડર કરાયા છે. જેને પગલે આ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. અમ્યુકો તંત્ર દ્વારા ગઈકાલે વહીવટી કેડરમાં સાતમા પગારપંચ મુજબ લેવલ છ પે મેટ્રિક્સ રૂ. ૩૫,૪૦૦થી રૂ. ૧,૧૨,૪૦૦ના ગ્રેડની હેડ કલાર્કની ૬૦ ટકા મુજબ બઢતીથી ભરવાની થતી ૨૮ જગ્યા ઉપર ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીના ગત તા. ૩ ઓગસ્ટ, ૨૦૧૮ના નિર્ણય મુજબ બઢતી અપાઈ હતી, રોસ્ટર અનુસાર ૨૧ જગ્યા બિનઅનામત અને સાત જગ્યા શિડ્‌યૂલ કાસ્ટના ઉમેદવારથી ભરાઈ હતી. જે માટે સાતમા પગારપંચ મુજબ ચાર પે મેટ્રિક્સ રૂ. ૨૫,૫૦૦થી રૂ. ૮૧,૧૦૦ના ગ્રેડમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા સેક્રેટરી ઓફિસ, સેન્ટ્રલ વર્કશોપ, સેન્ટ્રલ રેકોર્ડ, નાણાં વિભાગ સહિતના વિભાગના કર્મચારીને હેડ કલાર્કની બઢતી અપાઈ છે, જોકે ત્રણેક કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ ચાલતી હોઈ તેમનો નિર્ણય બંધ કવરમાં રખાયો છે. આ ઉપરાંત કમિશનર વિજય નેહરાના આદેશથી ગઈકાલે પ્રસિદ્ધ કરાયેલ જીડીએસટી નંબર આઈ-૩૧૨૫ મુજબ જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા કુલ ૫૮ કર્મચારીઓને સિનિયર કલાર્કની બઢતી અપાઈ છે, જેમાં ૪૫ જગ્યા બિનઅનામત ઉમેદવારથી ભરાઈ છે. ૧૯૯૫-૯૬ની બેચના આ કર્મચારીઓને બાર વર્ષની નોકરી બાદ આપોઆપ ઉપલા ગ્રેડનો પગાર મળતો હોઈ બઢતીથી પગારમાં એક ઈન્ક્રિમેન્ટ વધારાનો લાભ મળશે. મ્યુનિસિપલ કોર્પોરેેશનમાં ગ્રેડ-ત્રણ કક્ષામાં તંત્રમાં અત્યારે ૧૦૦૦ જુનિયર કલાર્ક, સિનિયર કલાર્ક અને હેડ કલાર્ક અને ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ કક્ષાના ગ્રેડ-બેના કુલ ૬૦૦ કર્મચારી ફરજ બજાવે છે. દરમિયાન તંત્ર દ્વારા ગ્રેડ-બે અને ગ્રેડ-ત્રણની શિડ્‌યુલની જગ્યાની ખાલી જગ્યાને સીધી ભરતીથી ભરવા માટેના ચક્રો ગતિમાન કરાયાં છે, જે મુજબ ૫૦ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ, ૮૦ હેડ કલાર્ક અને ૨૦૦ સિનિયર કલાર્કની ભરતી કરાશે. આ માટે આગામી તા. ૨ ડિસેમ્બરે લેખિત પરીક્ષા લેવાશે.

Related posts

રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદજીની ઉપસ્‍થિતિમાં  એમ.એસ.યુનિવર્સિટીનો  ૬૬મો પદવીદાન સમારોહ યોજાયો

aapnugujarat

केंद्र तय करेगा कि गुजरात के किस शहर में एम्स खुले : नितिन पटेल

aapnugujarat

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1