Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં નાણાં નથી આપતી બેેંક, આરબીઆઇ નાંખે છે રોડા : ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ બેેંકોની ટીકા કરતા કહ્યુ હતુ કે ૨ લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ધીરાણ નથી આપતા. જ્યારે આ તેમના માટે સોનેરી મોકો છે. ગડકરીએ આરોપ લગાવ્યો છે કે રિઝર્વ બેેંક આમાં વધારે જટિલતા લાવી બધુ ગુંચવી રહ્યુ છે.નિતીન ગડકરીએ જણાવ્યુ કે આપણી પાસે કમસે કમ ૧૫૦ પરિયોજનાઓ છે. જેની કિમત ૨ લાખ કરોડ છે. પણ રોકાણકારો માટે બેેંકો પાસેથા લોન લેવી મુશ્કેલ થઈ ગઈ છે. મંત્રીએ ફન્ડીંગની આ સમસ્યાને લઈને આ મુદ્દાને આરબીઆઇના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકની એક દિવસ પહેલા ઉઠાવ્યો છે.જે કેટલાય મુદ્દાઓ પર કેન્દ્ર સરકારની સાથે કેન્દ્રીયબેેંક વચ્ચે ખેંચતાણ વચ્ચે કરી છે. આ મામલે લિક્વીડિટીની કમી, કર્જના વિસ્તારમાં મતભેદ મુખ્ય છે. મંત્રીએ કહ્યુ કે જ્યામ સુધી વિકાસ દરનો સવાલ છે, રિઝર્વ બેન્કમાટે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ કરવાનો આ યોગ્ય સમય છે. કેટલીક વાર આરબીઆઇની સર્ક્યુલર જટિલતાને વધારે છે.ગડકરીએ કહ્યુ કે જ્યારે તેમણે પોતાના મંત્રાલયનો ભાર સંભાળ્યો ત્યારે કુલ ૪૦૩ પરિયોજનાઓની કુલ ૩.૮૫ લાખ કરોડ રૂપિયા હતા અને તેમનો ટ્રેક રેકોર્ડ સારો હતો. તેમણે એકલાએ ભારતીય બેેંકોના ૩ લાખ કરોડનો બચાવ કર્યો.કેટલાક દિવસોથી સરકાર અને આરબીઆઇ વચ્ચે ટકરાવના સમાચારો મળી રહ્યા છે. હાલમાં જ રિઝર્વબેેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ કેન્દ્રીય બેેંકની સ્વતંત્રતામાં હસ્તક્ષેપને વિનાશકારી ગણાવ્યુ હતુ. વિવાદ વધતા આરબીઆઇના ગવર્નર ઉર્જીત પટેલને સરકાર દ્વારા હટાવવાની વાત કરી હતી. જો કે પટેલે અત્યાર સુધી પોતાના પદ પર છે.

Related posts

शहीदों के बच्चों की पढाई का पूरा खर्च उठाएगा रक्षा मंत्रालय

aapnugujarat

સીબીઆઈ ખેંચતાણ : સુપ્રીમમાં સીવીસીનો હેવાલ સુપ્રત

aapnugujarat

ખેડૂત મહાપંચાયતમાં કેજરીવાલે નવા ત્રણ કૃષિ કાયદાને ડેથ વોરન્ટ ગણાવ્યા

editor

Leave a Comment

UA-96247877-1