Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાકિસ્તાન પોતાને નથી સંભાળી શકતું તો કાશ્મીર શું સંભાળશે : રાજનાથસિંહ

કાશ્મીર અને પાકિસ્તાન પર પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીના નિવેદનને લઈને હંગામો મચ્યો છે. આ વચ્ચે ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તેમને (આફ્રિદી) વાત તો ઠીક કરી છે. તેઓ પાકિસ્તાન સંભાળી શકતા નથી તો કાશ્મીર શું સંભાળી શકશે? કાશ્મીર ભારતનો છે અને રહેશે. વાસ્તવમાં શાહિદ આફ્રિદીનો એક વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, “પાકિસ્તાનને કાશ્મીર જોઈતુ નથી. આ (પાકિસ્તાન)ના ચાર પ્રાંતને જ સંભાળી શકતુ નથી. સૌથી મોટી ચીજ છે માનવતા. લોકો અહીયા મરી રહ્યાં છે જે ખુબ જ દુઃખદ છે. કોઈપણ સમુદાયમાં કોઈની પણ મોત થાય છે તો તે ખુબ જ દુઃખદ છે.
આફ્રિદીની ટિપ્પણી કાશ્મીર પર પાકિસ્તાનની આધિકારિક નીતિથી અલગ છે. વિવાદ વધ્યા બાદ ક્રિકેટરે સફાઈ આપી. તેમને કહ્યું કે, તેમનું નિવેદન ખોટી રીતે રજૂ કરવામા આવી રહ્યું છે. આફ્રિદીએ કહ્યું, ભારત મીડિયા મારી ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે. હું મારા દેશને લઈને ભાવૂક છુ અને કાશ્મીરિયોના સંઘર્ષને ખુબ જ મહત્વ આપુ છું. માનવતા બચી રહેવી જોઈએ અને તેમને તેમનો હક્ક મળવો જોઈએ.

Related posts

दिसंबर से 24 घंटे मिलेगी RTGS सेवा

editor

આગામી 10 દિવસમાં 12 રાજ્યોનો પ્રવાસ ખેડીને જાહેર સભાઓ ગજવશે પીએમ મોદી

aapnugujarat

‘मित्रों’ की जेब भर रही भाजपा : प्रियंका गांधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1