Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પંજાબમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ ઘૂસણખોરી કરી

અપંજાબ પોલીસ ઇન્ટેલિજન્સના ઇનપુટ પ્રમાણે જેશ એ મોહમ્મદના ૬-૭ આતંકવાદી પંજાબમાં ઘૂસી ગયા છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં પોલીસ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી છે, ખૂફિયા વિભાગના ઇનપુટ પ્રમાણે આતંકી ફિરોઝપુરની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પંજાબનો ફિરોઝપુર જિલ્લો પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલો છે, અને માનવામાં આવી રહ્યું છે કે આતંકી ઘુસણખોરી કરી આ વિસ્તારમાં પ્રવેશી ચૂક્યા છે, ખૂફિયા વિભાગ પાસે ઇનપુટ મળ્યા છે કે આતંકવાદીઓ દિલ્હી જવાનો પ્રયાસ કરી રહ્યાં છે, બુધવારે પંજાબના પઠાનકોટના મોધોપુરમાં ચાર સંદિગ્ધો દ્વારા એક કાર લૂંટી લેવામાં આવી છે, આ ઘટનાને પોલીસ આતંકી ગતિવિધિ સાથે જોડી રહી છે અને તે દિશામાં તપાસ કરી રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે આ આતંકી સડકમાર્ગે દિલ્હી તરફ આગળ વધી રહ્યાં છે, દિલ્હીમાં તેઓ કોઇ મોટા ટારગેટને અંજામ આપી શકે છે. અથવા જો પંજાબ ન પહોંચી શક્યા તો તેઓ પંજાબમાં પણ કોઇ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ફિરોઝપુરનો બોર્ડર એરિયા સીલ કરી દેવામાં આવ્યો છે.
જાણકારો અનુસાર, આતંકી RSSની પંજાબની શાખાઓને ટાર્ગેટ કરી શકે છે. પંજાબમાં RSSના મોટા નેતાઓ અને સવારના સમયે પંજાબના શહેરોમાં પાર્કો અને ખાલી સ્થાનો પર ઇજીજીની ગતિવિધિઓને નિશાન બનાવી શકે છે, તેના સિવાય પંજાબમાં રાજનૈતિક પાર્ટીઓની રેલીઓ દરમિયાન પણ આતંકી હુમલો થવાની દહેશતમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
તો જમ્મુ કાશ્મીરમાં કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે અથડામણ સર્જાઇ હતી, જેમાં જેશ એ મહોમ્મદના એક પાકિસ્તાની આતંકી ઠાર મરાયો હતો. પોલીસે જણાવ્યું કે જિલ્લાના હંદવાડામાં આતંકવાદીઓએ સુરક્ષાદળની એક ટીમ પર હુમલો કર્યો હતો.
પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે બપોરના સમયે હંદવાડામાંથી પસાર થતી વખતે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ઠાર મરાયેલા આતંકવાદી પાસેથી કેટલાક હથિયાર અને ગોલા બારુદ મળી આવ્યા છે.
આતંકીઓ દિલ્હી તરફ રવાના થયા હોવાની આશંકા,મોટા હુમલાને અંજામ આપે તેવી શક્યતા,પંજાબમાં સંઘના મોટા નેતાઓ ખાલી સ્થાનોને આતંકીઓ નિશાન બનાવે તેવી સંભાવના

Related posts

हाथरस सामूहिक दुष्कर्म मामले में राहुल गांधी बोले, परिवार से अंतिम संस्कार का हक भी छीन लिया

editor

जम्मू कश्मीर में बंद पड़े 50 मंदिर खोलने की तैयारी में है सरकार

aapnugujarat

સેન્સેક્સમાં ૧૭૯, નિફ્ટીમાં ૮૨ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1