Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે સરદાર પટેલે લીધેલ સંકલ્પની યાદમાં સંકલ્પ દિનની સોમનાથ ખાતે ભવ્ય ઉજવણી..

જુનાગઢથી નુતન વર્ષે 13 નવેમ્બર 1947 ના સરદારશ્રી સોમનાથ આવેલ, કનૈયા લાલ મુન્શી, કાકા સાહેબ ગાડગીલ સહીતના મહાનુભાવોએ સોમનાથના જીર્ણ મંદિરની મુલાકાત લીધેલ અને ભગ્ન અવશેષો જોઇ સરદારશ્રીનુ હ્રદય દ્રવી ઉઠેલ અને સમુદ્ર જળ હાથમાં લઇ સરદારે સંકલ્પ જાહેર કરેલ કે “નૂતન વર્ષના શુભ દિવસે આપણે નિશ્ચય કર્યો છે કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થવું જોઇએ આ પરમ પવિત્ર કર્તવ્ય છે. એમાં સૌએ ભાગ લેવો જોઇએ” ત્યાર બાદ સરદારશ્રીએ સભા યોજેલી હતી. જેમાં સૌને મંદિર નિર્માણમાં આગળ આવવા આવાહન કરેલ.
વિવિધ દાનની સરવાણીઓ આવી જેમાં નવાનગર જામ સાહેબ અને આરઝી હકૂમતના મહત્વના દાન મળેલ અને એપ્રીલ-1950માં નિર્માણ કાર્ય શરૂ થયુ 11 મે 1951 એ મંદિરના ગર્ભગૃહની લોકાર્પણ વિધિ અખંડ ભારતના પ્રથમ રાષ્ટ્રપતી ડો.રાજેન્દ્ર પ્રસાદના કરકમલોથી સંપન્ન થયેલ હતી.
આજે સરદારશ્રીના આ સંકલ્પને 71વર્ષે સરદારશ્રીને પૂષ્પાંજલી, સોમનાથ મહાદેવને મહાપૂજા, તીર્થપૂરોહિતો દ્વારા મંત્રોચ્ચાર, દીપ માલીકા સહીતનું આયોજન કરાયેલ. આ પ્રસંગે ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ-તીર્થપુરોહિતો સહિત યાત્રીઓ જોડાયા હતા.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

દીવમાં જલારામ મંદિર ખાતે ૨૮ માં પાટોત્સવનું કરવામાં આવ્યુ આયોજન

editor

દેશમાં કોરોનાનાં કેસમાં વિક્રમી ઉછાળો, ૪.૧૨ લાખ નવા દર્દી

editor

પાણી મુદ્દે સત્યાગ્રહ કરવા હાર્દિક પટેલની ચેતવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1