Aapnu Gujarat
શિક્ષણ

યુએસમાં અભ્યાસ કરનારા ભારતીય ૫.૪ ટકા વધ્યાં છે

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીયોની સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં ૫.૪ ટકા સુધીનો ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. ૨૦૧૮માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫.૪ ટકાનો વધારો થતાં આ સંખ્યા વધીને ૧૯૬૨૭૧ સુધી પહોંચી ગઈ છે. ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેંજ અંગેના રિપોર્ટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ૨૦૧૮ ઓપન ડોર્સ રિપોર્ટ ઓન ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેંજના કહેવા મુજબ સતત પાંચમાં વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધવા માટે અન્ય કેટલાક કારણો પણ રહેલા છે. ૨૦૧૭માં આ સંખ્યા ૧૮૬૦૦૦ની આસપાસ હતી. યુએસ-ઇન્ડિયન એજ્યુકેશનલ ફાઉન્ડેશનમાં બોલતા અમેરિકી મંત્રી જોસેફ પોમ્પરનું કહેવું છે કે, છેલ્લા ૧૦ વર્ષના ડેટા ઉપર નજર કરવામાં આવે તો જાણી શકાશે કે અમેરિકા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થતાં આંકડો બે ગણો થયો છે. કારણો બિલકિલ દેખીતા છે. કારણ કે, ભારતીય વિદ્યાર્થીઓ ક્વાલીટી એજ્યુકેશન ઇચ્છે છે અને અમેરિકા આ અંગે સૌથી આગળ છે. તેમણે કહ્યું હતું કે, અમેરિકામાં અભ્યાસ કરવા ઇચ્છુક કુશળ ભારતીયોનું સ્વાગત કરવા માટે અમેરિકા હંમેશા તૈયાર છે. અમેરિકી યુનિવર્સિટીમાં રેકોર્ડ હાજરી ભારતીય વિદ્યાર્થીઓની જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ અમેરિકામાં તમામ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ પૈકી આશરે ૧૮ ટકા વિદ્યાર્થીઓ ભારતીય નોંધાઈ ચુક્યા છે. માત્ર ચીનના વિદ્યાર્થીઓ ભારત કરતા વધારે નોંધાયા છે. ભારતમાંથી અમેરિકા જતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે.  એક વર્ષ પહેલાની સરખામણીમાં સંખ્યા ૧૨.૫ ટકા અથવા તો ૪૭૦૪ વધી ગઈ છે.

Related posts

સરકારી કોલેજોની સંખ્યામાં ૨૨.૪ ટકા સુધી ઘટાડો થયો

aapnugujarat

આવતીકાલે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરાશે

aapnugujarat

ભાવનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ચિત્રા, જી.આઈ.ડી.સીની પસંદગી

editor

Leave a Comment

UA-96247877-1