Aapnu Gujarat
ગુજરાત

એક જ ફલેટ એકથી વધુ લોકોને વહેંચાતા ત્રણ બિલ્ડરો સામે ફરિયાદ

અમદાવાદ શહેરનાં વટવા વિસ્તારમાં આવેલી ઓમ ઓર્બિટ ફ્લેટની સ્કીમના બિલ્ડરે ચાર-પાંચ ફ્લેટ એક કરતાં વધુ વ્યકિતને વેચી દઇને ૪૮.ર૬ લાખ રૂપિયાનું ચીટિંગ આચરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. બિલ્ડરે એકસાથે બાર ફ્લેટનાં એક મહિલાનાં નામે દસ્તાવેજ કરી દીધો હતો, જેમાં તે મહિલાએ તમામ મકાન પર બેંક લોન લીધી હતી, જેથી હાલ ફ્લેટના રહીશોને હપ્તા ભરવાનાં દિવસો આવ્યાં છે.
વટવા વિસ્તારમાં આવેલ ઓમ ઓર્બિટ રોપડામાં રહેતી ૩૧ વર્ષીય ફૂલમતીબહેન રામચંદ્ર યાદવે વટવા પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ કરી છે. ફૂલમતીબહેન ગાયકવાડ હવેલી ખાતે અર્બન હેલ્થ સેન્ટરમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. વર્ષ ર૦૧રમાં વટવા વિસ્તારમાં આવેલ રોપડા રોડ પર ઓમ ઓર્બિટ નામની ફ્લેટની સ્કીમ બિલ્ડર જિગર પરીખે શરૂ કરી હતી.
ઓમ ઓર્બિટ સાઇટ જોવા માટે ફૂલમતીબહેન અને તેમની બહેન ધ્યાનમતી ગયા હતાં. બન્ને જણાને સાઇટ પસંદ આવતાં તેમણે બે ફ્લેટ બુક કરાવ્યાં હતાં. એક ફ્લેટની કિંમત ૧૧.૮૩ લાખ રૂપિયા હતી, જેમાં ફૂલમતીએ કે-૧૦ર નંબરનો ફ્લેટ બુક કરાવ્યો હતો અને ૮.ર૬ લાખ રૂપિયા બિલ્ડર જિગર પરીખને આપ્યા હતાં. ઓમ ઓર્બિટમાં કે બ્લોક તૈયાર નહીં થયો હોવાથી બિલ્ડરે સી બ્લોકનો ર૦ર નંબરનો ફ્લેટ ફૂલમતીને આપ્યો હતો.
બિલ્ડર જીગર પરીખે ઓમ ઓર્બિટમાં રહેતા ચાર-પાંચ લોકો સાથે ૪૮.ર૬ લાખ રૂપિયા લઇને જ્યોત્સ્નાબહેન મોદીના નામે દસ્તાવેજ કરી દીધો છે ત્યારે જ્યોત્સ્નાબહેન મોદીએ તમામ પર લોન લઇ લેતાં તેનો બોજો હાલ રહેતા લોકો પર આવ્યો છે.

Related posts

ભારતમાં ૫ લાખ પોલીસ કર્મીની ઘટ

aapnugujarat

નર્મદા જિલ્લા કલેક્ટરાલય ખાતે હ્રદય ફેફ્સા પુનઃ જીવન અંગે યોજાયેલું નિદર્શન

aapnugujarat

નવરંગપુરા ફાટક પાસે મેટ્રો જંકશન બનાવવાની માંગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1