Aapnu Gujarat
રાષ્ટ્રીય

હે રામ…માતાએ પોતાના બૉયફ્રેન્ડ સાથે દિકરીના લગ્ન કરાવી દીધા…!!

તમિલનાડુના ચેન્નાઈમાં એક સૌને હેરાન કરનાર ઘટના બની છે. એક માતાઓ પોતાના ‘બોયફ્રેન્ડ’ સાથે ખુદની નાબાલિગ દિકરીના લગ્ન કરાવી દીધા છે. નાબાલિગ દિકરીને ૨૦ દિવસ સુધી કેદમાં રાખીને કેટલીય વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું. એક અજ્ઞાત કોલરે આ ઘટનાની જાણકારી ચાઈલ્ડ લાઈનને આપી, ત્યારબાદ બાળકીને મુક્ત કરાવવામાં આવી હતી. આ બાળકી નાની હતી, ત્યારે એના પિતાનું અવસાન થયું હતું.
શુક્રવારે એક અજ્ઞાત વ્યક્તિએ ફોન કરીને ચાઈલ્ડ લાઈનના અધિકારીને જણાવ્યું કે એક બાળકીના હાલમાં લગ્ન થયા છે, જે દેખાવામાં નાબાલિગ લાગે છે. એવું લાગે છે કે એના લગ્ન જબરદસ્તીથી થયા છે. ત્રણ આદમી અને એક સ્ત્રી આ બાળકીને ઘરની અંદર કેદ રાખી રહ્યાં છે. એ તમામ લોકો જોવામાં સંદિગ્ધ લાગે છે. આ ફોન બાદ ચાઈલ્ડ લાઈનના કાઉન્સિલર્સ અને નીલનકરાઈ પોલીસ ફોન કરનાર વ્યક્તિએ આપેલાં સરનામા પર પહોંચ્યા હતાં. બાદમાં બાળકીને ત્યાંથી બચાવીને કાંચીપુરમ ચાઈલ્ડ લાઈન વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરાઈ હતી. ત્યારબાદ બાળકીએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
નાબાલિગ બાળકીએ કહ્યું કે, નીલનકરાઈમાં પિતા અને માતા સાથે રહેતી હતી. હું નાની હતી, ત્યારે પિતાનું મોત થયું હતું. પિતાના અવસાન બાદ મારી માતાના ૩૩ વર્ષીય પુરષ રાજશેખર સાથે સંબંધ બંધાયા. પીડિતાએ વધુમાં કહ્યું કે, રાજશેખરે માતાને કહ્યું કે એ મારી લગ્ન કરવા ઈચ્છે છે. એણે(રાજશેખર)એ કહ્યું કે લગ્ન બાદ માતા સાથે સંબંધ રાખશે અને અમારી આર્થિક મદદ કરતો રહેશે. એણે માતા પર મારી સાથે લગ્ન કરવા દબાણ કર્યું. પરંતુ મેં સ્પષ્ટ ઈનકાર કર્યો. એક દિવસ હું ટ્યુશન ક્લાસ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં ત્રણ લોકોએ મને પકડીને કારમાં ધકેલી દીધી અને ત્યાંથી અજ્ઞાત સ્થળે લઈ ગયા. પોલીસે જણાવ્યું છે કે, બાળકીની માતા, બોયફ્રેન્ડ અને અન્ય બે વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. બાળકીને શેલ્ટર હોમમાં મોકલવામાં આવી છે.

Related posts

ભાજપ સાથે ગઠબંધન તોડવા ટીડીપીની તૈયારી

aapnugujarat

ઉંદર મારવા માટે રેલવેએ દોઢ કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો

aapnugujarat

કોંગ્રેસે મુસ્લિમ વિસ્તારમાં રેલી નહી યોજવા ૨૫ લાખ ઓફર કર્યા હતા : ઓવૈસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1