Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એમપી : શિવરાજને ભાજપીઓ જ કરશે ઘરભેગા, બળવાખોરો ઉતર્યા મેદાનમાં

મધ્ય પ્રદેશમાં છેલ્લા ૧૫ વર્ષોથી સત્તારૂઢ ભાજપને તેના મજબૂત ગઢ મનાતા માલવા-નિમાડ ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ વિસ્તારમાં ભાજપની સામે જ્યાં બળવાખોરોએ ઝંડો બુંલદ કર્યો છે. તો ખરાબ પ્રદર્શનના કારણે ટિકિટથી વંચિત રહેનારા કેટલાંક ધારાસભ્ય અપક્ષ ચૂંટણી મેદાનમાં ઉતરીને પતાની પાર્ટીની સામે જ હુમલો કરી રહ્યાં છે.
પશ્ચિમી નિમાડમાં ૬ બેઠકો પર ૫ બળવાખોર પાર્ટીના સત્તાવાર ઉમેદવારોની સામે તાલ આપી રહ્યાં છે. તો શાજાપુર-આગરની બધી ૫ બેઠકો પર પાર્ટીના બળવાખોર મુશ્કેલીઓ ઉભી કરી રહ્યાં છે. લગભગ હાલ ઉજ્જૈન, ખરગોન ધાર વગેરેમાં પણ જોવા મળી રહ્યું છે, જ્યાં પાર્ટીની સામે પોતાના બળવાખોર સૂર બુલંદ કરી રહ્યાં છે.ગત ચૂંટણીમાં ભાજપને માલવા-નિમાડ ક્ષેત્રમાંથી ૬૬માંથી ૫૭ બેઠકો પર જીત મળી હતી. કોંગ્રેસ પાર્ટી અહીં ૯ બેઠકો પર જીત મેળવી શકી હતી. ઉજ્જૈન સંભાગની ૨૯ બેઠકોમાં કોંગ્રેસ ફક્ત ૧ બેઠક પર જીત મેળવી શકી હતી.
ભાજપને આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પોતાના નેતાઓ દ્વારા આટલા બળવાખોર પ્રદર્શનની આશા રાખી નહી હોય જ્યાં ટિકિટના મળવાથી નારાજ નેતાઓએ પાર્ટીના સત્તાવાર ઉમેદવારની સામે જ મોરચો ખોલીને ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે.
ઝાબુઆમાં પાર્ટીએ જીએસ ડામોરને ઉમેદવાર બનાવ્યો તો વર્તમાન ધારાસભ્ય શાંતિલાલ બિલવાલે અપક્ષ જ ચૂંટણી લડવાની જાહેરાત કરીને નામાંકન ભરી દીધું. અલિરાજ પુરમાં સતત ચોથી વખત ધારાસભ્ય બનવાના ઈરાદાથી ભાજપના નાગરસિંહ ચૌહાણે નામાંકન ભર્યુ તો ભાજપના જ વકીલ સિંહ ઠકરાલાએ નામાંકન દાખલ કરી મુશ્કેલીઓ વધારી દીધી.જો શાજાપુર-આગર ક્ષેત્રની વાત કરીએ તો અહીં બધી ૫બેઠકો પર પાર્ટીના બળવાખોર નેતાઓ જ પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી રહ્યાં છે. શાજાપુરમાં ધારાસભ્ય અરૂણ ભીમાવતની ઉમેદવારીનો વિરોધ કરતા જેપી મંડલોઈ મેદાનમાં આવી ગયા છે, શુજાલપુરથી બળવાખોર રાજેન્દ્ર સિંહ રાજપૂત પાર્ટીના જાહેર ઉમેદવાર સામે મેદાનમાં આવી ગયા છે, કાલાપીપલથી ભાજપના જિલ્લા પંચાયત સભ્ય નવીન પણ પાર્ટીના ઉમેદવારની સામે મેદાનમાં છે.આગરમાં જ્યાં સાંસદ મનોહર ઉંટવાલની ઉમેદવારીનો વિરોધ કરી રહેલા રાધૂ સિંહ ચંદ્રાવતે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. મોટાભાગની હલચલ સુસનેર વિધાનસભામાં જોવા મળી રહી છે. જ્યાં વર્તમાન ધારાસભ્ય મુરલીધર પાટીદારની ઉમેદવારીનો ભારે વિરોધ પૂર્વ ધારાસભ્ય સંતોષ જોશી, ફૂલચંદ વેદિયા અને ભારતીય કિસાન મોરચાના જિલ્લા અધ્યક્ષ ત્રણેય મળીને કરી રહ્યાં છે.

Related posts

गन्ना किसानों के बहाने प्रियंका का बीजेपी पार्टी पर हमला

aapnugujarat

એક વિચારધારા અને વ્યક્તિ દેશને બનાવી કે બગાડી નથી શકતી : આરએસએસ પ્રમુખ

aapnugujarat

ઈમરાન ખાને નવજ્યોતસિંહ સિદ્ધુને ગણાવ્યા શાંતિદૂત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1