Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભગવાન કૃષ્ણની ત્રણ મૂર્તિ લંડનના સ્વામિનારાયણ મંદિરમાંથી ચોરી થઈ

ઉત્તર લંડન સ્થિત સ્વામિનારાયણ મંદિરમાંથી ભગવાન હરિકૃષ્ણની ૪૩ વર્ષ જૂની ત્રણ મૂર્તિઓની ચોરી થઈ છે. શુક્રવારે દિવાળીની પૂજા પૂરી થયા પછી આ ચોરી થઈ હતી. મંદિરમાં પૂજા કરવા માટે હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા ત્યારે આ ઘટના બની હતી. મંદિરના અધ્યક્ષ કુરજીભાઈ કેરાઈએ જણાવ્યું હતું કે આ મૂર્તિઓ ૧૯૭૫માં મંદિર નિર્માણના સમયે લાવવામાં આવી હતી અને આ મૂર્તિઓનું અમારા સમુદાયમાં અતિ મહત્વ હતું. લંડનની વિલ્સડેન લેનમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા, જેમણે તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, શકમંદો સ્થળ છોડીને નાસી ગયા છે અને સીસીટીવીના આધારે તેમની શોધ કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ ચોરીની તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. મંદિરના વ્યવસ્થાપકોએ જણાવ્યું કે, હરિકૃષ્ણની મૂર્તિ પિત્તળની છે અને ચોરી કરનારા તેને સોનાની સમજીને લઈ ગયા છે. મૂર્તિઓની સાથે રોકડ રકમ અને અન્ય વસ્તુઓ પણ લઈ ગયા હોવાનું પણ મનાઈ રહ્યું છે. આ કેસમાં સ્કોટલેન્ડ યાર્ડે ફોરેન્સિક તપાસ પણ હાથ ધરી છે જેથી સીસીટીવીની યોગ્ય વિગતો મળી શકે.

Related posts

Fire break out in factory of China’s Zhejiang Province, 19 died

aapnugujarat

India will benefit from trade agreement between US-China : Experts

aapnugujarat

Google took down over 3 million fake business profiles last year from Google Maps

aapnugujarat

Leave a Comment

UA-96247877-1