Aapnu Gujarat
રાષ્ટ્રીય

બાલાકોટ સેક્ટરમાં ફરીથી પાકિસ્તાને કરેલો ગોળીબાર

પાકિસ્તાની રેન્જર્સે જમ્મુ કાશ્મીરના બાલાકોટ સેક્ટરમાં અંકુશરેખા નજીક ભારતની ચોકીઓ ઉપર ફરીવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે. સંરક્ષણ પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, પાકિસ્તાની સેના દ્વારા ફરીવાર યુદ્ધવિરામનો ભંગ કરીને અડધી રાત બાદ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ૧૨.૩૦ મિનિટે આ ગોળીબારની શરૂઆત થઇ હતી. નાગરિક વિસ્તારોમાં પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારનો દોર વહેલી પરોઢ સુધી ચાલ્યો હતો. પાકિસ્તાની સેના દ્વારા હાલમાં અવિરતપણે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સરહદ પારથી કરવામાં આવી રહેલા ગોળીબારના કારણે આશરે ૧૦૦૦૦ લોકોને અસર થઇ છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં અંકુશરેખા પર અસરગ્રસ્ત વિસ્તારોથી આશરે ૧૭૦૦ લોકોને રાહત છાવણીમાં ખસેવડામાં આવ્યા હતા. પાકિસતાની ગોળીબારમાં ૧૦૦૪૨ લોકોને અસર થઇ છે. વહીવટીતંત્ર દ્વારા મૃતકોના પરિવારને એક એક લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. ચૌધરીનું કહેવું છે કે, વહીવટીતંત્ર વધારે રાહત છાવણી પણ સ્થાપિત કરી શકે છે. ગૃહમંત્રાલયના એક આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને અંકુશરેખા ઉપર વર્ષ ૨૦૧૫માં ૪૦૫ની સરખામણીમાં વર્ષ ૨૦૧૬માં ૪૪૯ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. છેલ્લા બે વર્ષમાં ૨૩ સુરક્ષા જવાનો શહીદ થયા છે.

Related posts

6 जुलाई से ताजमहल के फिर होंगे दीदार

editor

SBI लाया कॉन्‍टैक्‍टलेस डेबिट कार्ड

editor

प्रद्युम्न ठाकुर हत्या केस : अपनी बात से पलटा छात्र : पिता का सीबीआई पर आरोप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1