Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉ. કોરિયાએ ફરી પરમાણુ હથિયારો તરફ વળવા યુએસને આપી ચીમકી

ઉત્તર કોરિયાએ વધુ એક વખત પરમાણુ હથિયારોના ઉત્પાદન શરૂ કરવા માટે ગંભીરતાપૂર્વક વિચાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉત્તર કોરિયાના જણાવ્યા મુજબ જો વોશિંગ્ટન દ્વારા તેના પર લાદવામાં આવેલા આકરા પ્રતિબંધોને ઝડપથી નહીં ઉઠાવે તો તે પરમાણુ હથિયારોના ઉત્પાદન માટેની રાજ્ય પોલિસી પર અમલ કરવા વિચાર કરશે.વર્ષોથી ઉત્તર કોરિયા ‘બ્યૂંગજીન’ પોલિસી અંતર્ગત અર્થતંત્રના નિર્માણની સમાંતર પરમાણુ હથિયારોનું પણ ઉત્પાદન કરતું આવતું હતું. જો કે ચાલુ વર્ષે જૂનમાં ઉ. કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉન તેમજ યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વચ્ચે સિંગાપોરમાં સૌહાર્દ મુલાકાત યોજાઈ હતી. જેમાં ઉત્તર કોરિયા દ્વારા તમામ પરમાણુ સાઈટો તેમજ હથિયારોને નષ્ટ કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી. કિમે આ મુલાકાતમાં દેશ હવે સામાજીક આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમ જણાવ્યું હતું.
જો કે તાજેતરમાં જ ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીએ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, જો અમેરિકા દ્વારા આર્થિક પ્રતિબંધો ઉઠાવી લેવાશે નહીં તો પ્યોંગયોંગ ફરીથી તેની અગાઉની નીતિ તરફ વળી શકે છે. સિંગાપોરની ઐતિહાસિક મુલાકાત દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ઉત્તર કોરિયાના નેતા કિમ વચ્ચે પરમાણુ નિશસ્ત્રીકરણ માટે કરાર પણ થયા હતા. પરંતુ આ કરાર બાદ પણ નિશસ્ત્રીકરણની કામગીરી અત્યંત ધીમી જણાઈ રહી છે જેને પગલે અમેરિકા આર્થિક પ્રતિબંધો હટાવી રહ્યું નથી. બીજીતરફ યુએસ દ્વારા નીશસ્ત્રીકરણની માગોને પ્યોંગયોંગ એક ગેંગસ્ટર દ્વારા મગાતી ખંડણી જેવી ગણાવી રહ્યું છે. સંબંધોમાં સુધારો અને પ્રતિબંધો એકબીજાથી વિસંગતતા દર્શાવે છે તેમ ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના ડાયરેક્ટરના નામે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે. સંબંધો સુધારવા હવે યુએસએ બાકીનું કામ કરવાનું છે.ઓક્ટોબરમાં ઉત્તર કોરિયાના સ્ટેટ મીડિયાએ એક લાંબો અહેવાલ પ્રકટ કર્યો હતો જેમાં યુએસ દ્વારા ડબલ ગેમ રમવામાં આવી રહી હોવાની વાત જણાવી હતી.

Related posts

ઇમરાન ખાનને હત્યાનો ડર સતાવી રહ્યો છે

aapnugujarat

બલોચ વિદ્રોહીઓથી કંટાળી પીએમ ખાન ગ્વાદરને કાંટાળા તારની દીવાલથી સીલ કરવામાં લાગ્યા

editor

ट्रंप को अयोग्य बताने वाले ब्रिटिश राजदूत डरोच को थेरेसा का समर्थन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1