Aapnu Gujarat
ગુજરાત

સફેદ રણની મજા માણવા ૭૦૦૦ લોકોએ કરાવ્યું ઓનલાઈન બુકિંગ

વિશ્વ વિખ્યાત બનેલા રણોત્સવ ૧ નવેમ્બરથી પ્રારંભ થઇ ચુક્યો છે . દરવર્ષે ધોરડો ખાતે યોજાતા રણોત્સવ માણવા માટે દેશ વિદેશમાથી લાખો સહેલાણીઓ ટેન્ટસીટી અને સફેદરણની મુલાકાત લઇ રહ્યા છે પર્યટકો માટે કચ્છના ધોરડો ખાતે યોજાતા રણોત્સવ હોટ ફેવરીવ ડેસ્ટીનેશન બની ચુક્યું છે.દરવર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવ આયોજન કરવામાં આવે છે. કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓ આકર્ષવામાં સફળ રહ્યો છે. આ વર્ષે ૧ નવેમ્બરથી ધોરડો મધ્યે રણોત્સવ ૨૦૧૮ -૨૦૧૯નો પ્રારંભ થઇ ચુક્યો છે. રણોત્સવ પ્રારંભ સાથે જ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે.પ્રવાસીઓ આકર્ષવા માટે આ વર્ષે રણોત્સવમાં કેટલાક નવા રંગો ઉમેરવામાં આવ્યા છે. જેમાં વર્ષે રણોત્સવમાં ૪૦૦ જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે અને ટેન્ટસિટીમાં રજવાડી અને દરબારીટેન્ટ સૌથી વધારે આકર્ષણ ઉભું કરી રહ્યા છે. આવર્ષે રણકી કહાનિયા થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.રણોત્સવના પ્રારંભ સાથે જ પ્રવાસીઓ બુકીંગ કરવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૭,૦૦૦ જેટલા પ્રવાસીઓ ઓન લાઈન બુકીંગ કરવી દીધું છે. આગામી ૨૦ ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલશે. દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ સફેદરણ તેમજ ટેન્ટસિટીની મુલાકાત કરશે.રણોત્સવમાં અલગ અલગ થીમ ઉભી કરવામાં આવી છે જેમાં માંડવીનો વહાણવટા ઉધોગ, વોચ ટાવર , કચ્છી પહેરવેશનો પરિચય કરાવતી થીમ , રિસેપ્શન , ડાઈનીંગહોલ સહીત તેમજ વાઈફાઈસુવિધા તેમજ પ્રવાસીઓ સુરક્ષા લઈને સીસીટીવી કેમરા લગાડવામાં આવ્યા છે. રણોત્સવમાં આવતા પ્રવાસીઓ સાથે બાળકો પણ મઝા માણી સકે તેમાટે અલગ અલગ એક્ટીવીટી રાખવામાં આવી છે.તે ઉપરાંત પ્રવાસીઓ માટે સ્પા યોગા,સ્કાય રાયડીંગ ,અને એડવેન્ચર ઝોન માં સ્પોટ્‌ર્સ એક્ટીવીટી,સ્પોટ્‌ર્સ રણ રાઈડર વેહિકલ રાખવા માં આવ્યા છે..પ્રવાસી ને કલસ્ટર પોહ્‌ચાડવા માટે ખાસ પ્રકારના ફ્રેન્ડલી વેહીકલ્સ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સાથેજ ટેન્ટસીટીમાં વાઈફાઈથી સજ્જ કરવામાં આવી છે.દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે. ક્યારેય ન નિહાળ્યું હોય તેવુ ડેસ્ટિનેશન નિહાળી પ્રવાસીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. વિદેશ આવતા સહેલાણીઓ પણ કચ્છ રણોત્સવને માણીને કચ્છી સંસ્કૃતિના રંગે રંગાવાનું પસંદ કરી રહ્યા છે. સફેદરણની મુલાકાત આવતા પ્રવાસીઓ કોઈપણ જાતની તક્લીફ નાપડે તેમાટે આ વર્ષે ઓન લાઈન બુકીંગ સર્વિસ શરૂઆત ગુજરાત ટુરીઝમ દ્વારા કરવામાં આવી છે .. જેથી પ્રવાસીઓ સરળતાથી ઓન લાઈન બુકીંગ કરી સફેદ રણ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ કચ્છની ક્લ્સર અને સંસ્કૃતિની ઓળખ કરાવી રહ્યું છે. રણોત્સવમાં આવતા પ્રવાસીઓ કચ્છની વિવિધ હસ્તકલા વિષે માહિતી તેમ ખરીદી સકે તેમાટે ક્રાફ્ટબજાર ઉભી કરવામાં આવી છે. ક્રાફ્ટબજારમાં હસ્તકલા કારીગરોને વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. કચ્છ હસ્તકલા કાગીગરી દેશ વિદેશમાં જાણીતી છે. રણોત્સવમાં આવતા પ્રવાસીઓ હેન્ડીક્રાફટ વિવિધ આઈટમની ખરીદી કરવાનું ચુકતા નથી. સાથેજ રણોત્સવ આવતા પ્રવાસી માટે સફેદરણની મુલાકાત લેવાનું ચુકતા નથી.રણોત્સવમાં આવતા પ્રવાસીઓ કચ્છી સંગીતના સુર સાંભળી પ્રવાસીઓ મંત્રમુદ્ધ થઇ રહ્યા છે. ગુજરાત પ્રવાસન વિભાગના પ્રયાસો અને અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાતની એડ ફિલ્મે પ્રવાસીઓમાં રીતસરનું આકર્ષણ સર્જ્યું છે. કચ્છની મુલાકાતે આવનાર મુલાકાતી મહાનાયક અમિતાબ બચ્ચન આ પંક્તિ કચ્છ નહી દેખાતો કુછ નહિ દેખા ગણગણાવી રહ્યા છે.

Related posts

અલ્પેશ કથીરિયાને હાઈકોર્ટમાંથી જામીન માટે પાસ દ્વારા સહી ઝુંબેશ

aapnugujarat

એટીએસ દ્વારા જુહાપુરામાંથી કોલસેન્ટર ઝડપાયુ

editor

બોટાદ ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1