Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રાસવાદીઓના સફાયા વચ્ચે પથ્થરબાજો ફરી સક્રિય

બડગામમાં સુરક્ષા દળોના હાથે બે કુખ્યાત ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા બાદ હમચચી ઉઠેલા પથ્થરબાજોએ સુરક્ષા દળો અને મિડિયા ઉપર હુમલો કર્યો હતો. આતંકવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે ત્યારે આતંકવાદીઓના સમર્થકો દ્વારા સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. એન્કાઉન્ટર બાદ સક્રિય થયેલા પથ્થરબાજોએ ફરી એકવાર નારાબાજી કરી હતી અને સુરક્ષા દળો અને પત્રકારો ઉપર પથ્થરમારો કર્યો હતો. હેરાનીની વાત છે કે, આ પથ્થરબાજોમાં અનેક યુવતીઓ અને મહિલાઓ પણ સામેલ હતી. જો કે, આ વખતે તેમના હુમલામાં મુખ્યરીતે મિડિયા કર્મી ટાર્ગેટ બન્યા હતા. પથ્થરબાજોને આતંકવાદીઓના સહાનુભૂતિકાર તરીકે ગણાવીને સેના વડા તેમની ઝાટકણી કાઢી ચુક્યા છે. ભારતીય સેનાનું કહેવું છે કે, આતંકવાદીઓની સામેની કાર્યવાહીમાં વારંવાર પથ્થરબાજો અડચણો ઉભી કરી રહ્યા છે. સુરક્ષા દળો પર પથ્થરમારો કરીને ત્રાસવાદીઓ સામેની કાર્યવાહીને ખોરવી નાંખવાના પ્રયાસ કરવામાં આવે છે પરંતુ આ વખતે સુરક્ષા દળો સાવધાનીપૂર્વક જારી રાખી છે. છેલ્લા કેટલાક મહિનામાં ખીણમાં એક નવો પ્રવાહ જોવા મળી રહ્યો છે જેમાં પથ્થરબાજો આતંકવાદી સામે કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરવામાં આવે છે. તેમનો મુખ્ય ઇરાદો સુરક્ષા દળોનું ધ્યાનઅન્યત્ર દોરવાનું રહે છે.
આવી સ્થિતિમાં ત્રાસવાદીઓ ઘણા કિસ્સામાં ફરાર થવામાં પણ સફળ થઇ જાય છે. ત્રાસવાદીઓ સામે આજે ફરી એકવાર કાર્યવાહી કરીને બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવમાં આવ્યા હતા. બીજી બાજુ પથ્થરબાજો સામે પણ હવે ચોક્કસ વિસ્તારોમાં કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી રહી છે જેથી આતંકવાદી ગતિવિધિને ઝડપથી રોકી શકાય.

Related posts

टेरर फंडिंग संदर्भ में कुख्यात सलाउद्दीन के पुत्र की गिरफ्तारी

aapnugujarat

અયોધ્યા કેસ : જસ્ટિસ બોબડે પરત, ૨૬મીએ સુનાવણી

aapnugujarat

વધતી ગરમીને કારણે હિમાલય ઓગળી રહ્યો છે, 90 ટકા સૂકાઈ જવાની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1