Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૨૪ સુધીમાં ભારત અમેરિકા પછી ત્રીજી સૌથી મોટી એવિએશન માર્કેટ બની જશે

ભારત હાલમાં વિશ્વની સૌથી મોટી સાતમી એવિએશન માર્કેટ છે. જે ૨૦૨૪ સુધીમાં ત્રીજી સૌથી મોટી માર્કેટનું સ્થાન મેળવી લેશે, એમ ઇન્ટરનેશવ્નલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઇએટીએ) એ જણાવ્યું હતું.
હવાઇ મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યા વિશે આગાહી કરી આઇએટીએએ જણાવ્યું હતું કે ૨૦૩૭ સુધીમાં વિશ્વમાં ૫૭.૨ કરોડ નવા પ્રવાસીઓ ઉમેરાશે અને તેમાં ભારતના પ્રવાસીઓની સંખ્યા ૪૧.૪ કરોડ હશે.હાલના હવાઇ પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં લેતા આ સંખ્યા ૨૦૩૭માં વઘીને બમણી અર્થાત ૮.૨ અબજ થઇ શકે અને તેમને વહન કરવાની જવાબદારી ૨૯૦ એરલાઇન્સ પાર પાડશે, એમ આઇએટીએએ રિપોર્ટમાં જણાવ્યું હતું.આગામી ૨૦ વર્ષમાં ૫૦ ટકાથી વધુની સંખ્યામાં નવા પ્રવાસીઓ સહિત એશિયા – પેસિફિક વિસ્તારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે, એમ કહી રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું કે આ માર્કેટમાં સતત વૃદ્ધિ જોવા મલી રહી છે અને તેના કારણોમાં ચાલુ રહેલી આર્થિક વૃદ્ધિ અને આવકમાં સુધારાનો સમાવેશ થાય છે.
૨૦૨૦ના દાયકાની મધ્યમાં ચીન વિશ્વની સૌથી મોટી એવિએશન માર્કેટ બની જશે અને આમ તે અમેરિકાને પાછળ હડસેલી દેશે. ૨૦૨૪ સુધીમાં ભારત અમેરિકા પછી ત્રીજી સૌથી મોટી માર્કેટનું સ્થાન મેળવશે. આમ, ભારત યુકેને પાછળ મૂકી દેશે. ઇન્ડોનેશિયા ૨૦૧૭ના વર્ષમાં વિશ્વની સૌથી મોટી દસમી ક્રમાંકિત એવિએશન માર્કેટ હતી તે ૨૦૩૦ સુધીમાં ચોથા સ્થાને આવી જવાની ધારણા છે. એ જ વર્ષે ઇટાલીને પાછળ મૂકી દઇ થાઇલેન્ડ ૧૦મું સ્થાન મેળવશે.આગામી બે દાયકામાં કમ્પાઉન્ડ એન્યૂઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) ૩.૫ ટકા થવાની ધારણા છે અને તેને કારણે પ્રવાસીઓની સંખ્યા બમણી થશે. જોકે એસોસિએશને એવી ચેતવણી ઉચ્ચારી હતી કે સરકારો દ્વારા રક્ષણાત્મક પગલાંનો અમલ ચાલુ રાખવામાં આવશે તો એર ટ્રાન્સપોર્ટ અને આર્થિક લાભની વૃદ્ધિના સંજોગો ઘૂંઘળા બની શકે.

Related posts

Arvind Sawant Resign From Modi’s Cabinet

aapnugujarat

રોહિંગ્યા મુસ્લિમો કાશ્મીરની સુરક્ષા માટે ખતરારૂપ : રાજનાથસિંહ

aapnugujarat

वेंकैया के इस्तीफे के बाद स्मृति को सूचना प्रसारण का जिम्मा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1