Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીબીઆઇ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ચૂકાદો મોદી સરકાર માટે મોટી લપડાક છેઃ સુરજેવાલા

સુપ્રીમ કોર્ટમાં સીબીઆઇ ડાયરેકટર આલોક વર્માની અરજી પર સુનાવણી પૂરી થઈ ગઈ છે. ચીફજસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચે આ મામલે સુનાવણી કરી, આ બેન્ચમાં ચીફજસ્ટિસ ઉપરાંત જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ કે.એમ. જોસેફ સામેલ હતા.કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કહ્યું કે પીએમ મોદી, તમે દેશની બે પ્રમુખ સંસ્થાનો, સીબીઆઇ અને સીવીસીની પ્રતિષ્ઠાને ઘટાડી છે, આ માટે ઈતિહાસ તમને કયારે નહી ભૂલે.સુરજેવાલાએ કહ્યું કે એક અપવાદમાં સુપ્રીમ કોર્ટેએ સૂચના આપી કે સીવીસી દ્વારા પૂછપરછની દેખરેખ એક રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ દ્વારા કરવામાં આવશે. આ વિશ્વાસની ઉણપ માટે તમે એક માત્ર જવાબદાર છો.સુરજેવાલાએ પીએમ પર પ્રહાર કરતા કહ્યું સુપ્રીમ કોર્ટમાં મામલો જતા જ સત્ય સામે આવી ગયું, સીબીઆઇ માટે મોદી સરકારે જે પગલા ભર્યા હતા, તેની પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી મોટી લપડાક છે. સીવીસી હવે મોદી સરકારની કઠપૂતળી બની કામ નહી કરી શકે. જજ એ.કે. પટનાયમની દેખરેખમાં આ મામલે તપાસ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સીવીસીને કેન્દ્ર સરકાર અને સીબીઆઇના સ્પેશલ ડાયરેકટ રાકેશ અસ્થાનાને નોટીસ જાહેર કરી છે. આ મામલે આગામી સુનાવણી ૧૨ નવેમ્બરે હાથ ધરાશે. ચીફજસ્ટિસ રંજન ગોગોઈ કહ્યું કે સુપ્રીમ કોર્ટ જયાં સુધી આ મામલે આગામી સુનાવણી હાથ ન ધરે ત્યાં સુધી નાગેશ્વર રાવ એક પણ નીતિગત નિર્ણય નથી લઈ શકતા. સુપ્રીમ કોર્ટના આદેશના કારણે નાગેશ્વર રાવ ખાલી નામના જ સીબીઆઇ ડાયરેક્ટર બનીને રહેશે.

Related posts

माउन्ट आबू में १२ इंच बारिश के कारण भारी तबाही मची

aapnugujarat

सोना 200 रुपए चमका, चांदी 350 रुपए उछली

aapnugujarat

NPR सरकार का NCR की ओर उठाया गया पहला कदम है : ओवैसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1