Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદની ત્રણ ટીપી સ્કીમોને બહાલી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોના આયોજનબદ્ધ ઝડપી વિકાસની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાની સાથે અમદાવાદ, વડોદરા અને રાજકોટ શહેર સહિત કુલ ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમ તથા બોરસદના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ જે ટાઉન પ્લાનીંગ સ્કીમ્સ મંજૂર કરી છે તેમાં અમદાવાદની ત્રણ પ્રારંભિક ટીપી ૩૪ (જગતપુર), ટીપી નં. ૯૯ (ચિલોડા-નરોડા) તથા ટીપી નં. ૫૭ (નારોલ દક્ષિણ-૧) તથા વડોદરાની એક પ્રારંભિક ટીપી નં. ૨ (સેવાસી)નો સમાવેશ થાય છે. વિજય રૂપાણીએ રાજકોટમાં વિકસતા વિસ્તારની બે ડ્રાફ્‌ટ ટીપી સ્કીમ નં. ૩૬/૩ (ઘંટેશ્વર-પરાપીપળીયા) અને નં. ૪૨ (વાજડીવડ)ને પણ મંજુરી આપી છે. આ વિસ્તારોની પ્રારંભિક ટીપી મંજુર થતા હવે સંબંધિત વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ અને રસ્તાઓના કામોનું અમલીકરણ ઝડપી બનવાથી નાગરિક સુખાકારીમાં વૃદ્ધિ થશે. મુખ્યમંત્રીએ બોરસદ શહેરના વિકાસ નકશાને પણ મંજુરી આપતા આ વિસ્તારના આયોજનબદ્ધ વિકાસને વેગ મળશે. ગુજરાત તમામ સ્તરે વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે ખાસ કરી શહેરી વિસ્તારના વિકાસ અને શહેરોના આયોજન માટે મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ સરકાર દ્વારા ખૂબ ઝડપથી લોકહિતના નિર્ણયો લેવાયા છે, પરિણામે નાગરિકલક્ષી સુવિધાઓ પૂરી પડાશે.

Related posts

હિંમતનગર નગરપાલિકાએ પ્લે સ્કૂલને સીલ માર્યું

editor

આયેશા આત્મહત્યા કેસમાં કોર્ટે આરોપી પતિ ને સજા સંભળાવી છે

aapnugujarat

રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે ગરીબ કલ્યાણ મેળા અંગેના સુચારૂ આયોજન અંગે મળેલી બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1