Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ વણસી : ત્રાસવાદી હુમલાનો ભય

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. કાશ્મીર ખીણમાં રવિવારના દિવસે જુદી જુદી ઘટનાઓમાં ૧૭થી પણ વધુ લોકોના મોત થઈ ગયા બાદ સ્થિતિ હજુ ખરાબ થવાની દહેશત દેખાઈ રહી છે. સ્થિતિને ધ્યાનમાં લઈને સુરક્ષા સંસ્થાઓએ તમામ જિલ્લાઓમાં સેના, સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને એલર્ટ ઉપર મુકી દીધા છે. સાથે સાથે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. એકબાજુ કાશ્મીર ખીણની અંદર સક્રિય આતંકવાદીઓ હુમલા કરવાના પ્રયાસમાં છે જ્યારે બીજી બાજુ ઘુસણખોરીના પ્રયાસ પણ વધી ગયા છે. આવી સ્થિતિમાં સુરક્ષા દળો સામે બેવડા મોરચે મોટા પડકાર ઉભા થઈ ગયા છે. જમ્મુ કાશ્મીરમાં એક જ દિવસમાં અલગ અલગ ઘટનામાં કુલ ૧૬ લોકોના મોત થયા બાદ બાદ ફરી એકવાર વિસ્ફોટક સ્થિત ઉભી થઇ ગઇ છે. રક્તપાતનો દોર જારી રહ્યો છે. ત્રણ જુદી જુદી ઘટનામાં સાત સ્થાનિક નાગરિક, ચાર સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે. આ ઉપરાંત રાજોરી અને કુલગામમાં બે જુદા જુદા ઓપરેશનમાં પાંચ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. રવિવારના દિવસે થયેલ આ તમામ ઘટના બાદ કાશ્મીર ખીણમાં વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. તમામ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામા ંઆવી છે.જમ્મુ કાશ્મીરના સુંદરબની સેક્ટરમાં ઘુસણખોરી કરતા બે પાકિસ્તાની ઘુસણખોરો ઠાર થયા હતા. આ કાર્યવાહીમાં ત્રણ ભારતીય જવાનો પણ શહીદ થયા હતા. એક અન્ય જવાનને ઇજા પણ થઇ હતી. તે પહેલા જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેના અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થયા બાદ એક બ્લાસ્ટ પણ થયો છે. એન્કાઉન્ટર બાદ સ્થળ પર થયેલા બ્લાસ્ટમાં સાત સ્થાનિક વ્યક્તિના મોત થયા હતા. બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘટના બાદ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, અથડામણ બાદ એન્કાઉન્ટર સ્થળ પર ન જવાની લોકોને અપીલ કરવામાં આવી હતી પરંતુ કેટલાક લોકો પહોંચી ગયા હતા. આ ગાળા દરમિયાન જ એક બ્લાસ્ટ થયો હતો જેમાં સાત મોત થયા હતા. કુલગામના લારનુમાં આજે સવારે અથડામણ બાદ સ્થાનિક લોકોએ પોલીસના આદેશની અવગણના કરીને એન્કાઉન્ટર સ્થળે પહોંચી ગયા હતા જેના પરિણામ સ્વરુપે જ્યારે ભીડ હતી ત્યારે જ એક બ્લાસ્ટ થયો હતો જેમાં સાતના મોત થયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટથી પહેલા અથડામણ થઇ હતી જેમાં સુરક્ષા દળોએ ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અથડામણ બાદ એક મકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે સ્થાનિક લોકો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થઇ ગયો હતો. જેમાં પાંચ લોકોના તો ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બીજા બેના હોસ્પિટલમાં લઇ જતી વેળા મોત થયા હતા. સેનાની રાષ્ટ્રીય રાયફલને શનિવાર અને રવિવારની રાત્રે કુલગામ જિલ્લાના લારનુ વિસ્તારમાં બેથી ત્રણ ત્રાસવાદીઓની અવરજવર અંગે માહિતી મળી હતી જેને ધ્યાનમાં લઇને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રીય રાયફલ, જમ્મુ કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોએ વ્યાપક શોધખોળ કામગીરી હાથ ધરી હતી. એ ગાળા દરમિયાન એક મકાનમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ગોળીબાર કર્યો હતો અને ફરાર થવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જવાબી કાર્યવાહી કરવામાં આવતા ત્રણ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. તેમની પાસેથી હથિયારોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ત્રાસવાદીઓએ પુલવામાં ત્રાલ ખાતે સુરક્ષા દળોના કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં એસએસબી જવાન શહીદ થયા હતા. સાથે સાથે રાજોરી જિલ્લામાં પાકિસ્તાનના ઘુસણખોરીના એક પ્રયાસને નિષ્ફળ કરાયો હતો. જેમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. આ કાર્યવાહી દરમિયાન સેનાના જવાનોએ બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.અથડામણને લઇને સુરક્ષા દળો ખુબ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે. આવા સ્થળ પર ન જવા માટે સ્થાનિક લોકોને કહેવામાં આવી રહ્યુ છે છતાં સ્થાનિક લોકો પહોંચે છે. આવી સ્થિતીમાં કોઇ બનાવમાં જોખમ વધે છે.

Related posts

કમોસમી વરસાદ વચ્ચે ઘઉંની ખરીદી ૬૩ ટકા ઓછી દેખાઇ

aapnugujarat

उत्तर प्रदेश के रेल स्टाफ दो दिन की भूख हड़ताल पर रहेंगे

aapnugujarat

જનધન ખાતામાં ડિપોઝીટનો આંક ૯૦૦૦૦ કરોડથી વધુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1