Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પ દરેક વિરોધીઓને દુશ્મન ન સમજે : નિક્કી હેલી

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂતના પદેથી રાજીનામું આપ્યાં બાદ નિક્કી હેલી અમેરિકા સાથે જોડાયેલાં મુદ્દાઓ પર નિષ્પક્ષ સલાહ આપી રહી છે. ગુરુવારે ન્યૂયોર્કમાં એન્યુઅલ ડિનર દરમિયાન તેને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંયુક્ત રાષ્ટ્રમાં તેમના અંતિમ ભાષણ અને વિવાદિત ઈમિગ્રેશન પોલિસીના મુદ્દે પ્રહારો કર્યાં. ટ્રમ્પ માટે તેઓએ કહ્યું કે તેઓ દરેક વિરોધીઓને દુશ્મન ન સમજે.
ભાષણમાં નિક્કીએ કહ્યું, “લોકો વારંવાર ફોન કરીને સલાહ આપે છે કે મારે શું કરવું જોઈએ. એક વ્યક્તિ સલાહ આપી કે કોઈ પણ સ્થિતિમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની મજાક ન ઉડાવતી.” નિક્કીએ હસતા હસતા કહ્યું કે રાષ્ટ્રપતિએ સવારે મને બોલાવી અને થોડીક સારી સલાહ આપી. જો હસવા ઈચ્છું તો ટ્રમ્પે બતાવેલી ઉપલબ્ધિઓને યાદ કરી લઉં છું.
નિક્કીએ કહ્યું કે, “દેશમાં તે વાત પર પણ ચર્ચા થઈ ગઈ છે કે લોકો સંયુક્ત રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિની સાથે હસ્યા હતા કે તેની પર હસ્યા હતા.” સંયુક્ત રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકી ઈતિહાસમાં તેમનું પ્રશાસન સૌથી વધુ સફળ રહ્યું. આ સાંભળતા જ સંયુક્ત રાષ્ટ્રમાં હાજર તમામ સભ્ય દેશોના પ્રતિનિધિઓ હસવા લાગ્યાં હતા.

Related posts

૯૭ દિવસ બાદ બ્રિટન થયું અનલોક

editor

અફઘાનિસ્તાન બે બ્લાસ્ટના લીધે હચમચ્યુ : ૨૫નાં મોત

aapnugujarat

બ્રિટનમાં ધુમ્રપાન એકદમ નિમ્ન સ્તરે, ૧૦ વર્ષનો પ્રતિબંધ સફળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1