Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સેક્સનો ઇન્કાર કરતા મોડલ માનસીની ક્રુર હત્યા થઇ

૨૦ વર્ષીય મોડલ માનસી દીક્ષિતની ઘાતકી હત્યાના મામલામાં તપાસ દરમિયાન હવે નવો ખુલાસો થયો છે. પોલીસે કહ્યું છે કે સેક્સ કરવાનો ઇન્કાર કર્યા બાદ મોડલ માનસીની હત્યા કરી દેવામાં આવી હતી. પોતાના ફ્રેન્ડની સાથે સેક્સ માણવાનો ઇન્કાર કર્યા બાદ આરોપીએ તેની કરપીણ હત્યા કરી હતી. માનસીની લાશ મુંબઇના મલાડમાં થોડાક દિવસ પહેલા એક શુટકેસ મળી આવી હતી. આ મામલામાં પોલીસ ૧૯ વર્ષીય આરોપી સૈયદની ધરપકડ કરી ચુકી છે. આ શખ્સની પુછપરછ કરવામાં આવી રહી છે. તે પુછપરછમાં કહી ચુક્યો છે કે સેક્સ કરવાનો ઇન્કાર કર્યા બાદ તેેને માનસીની હત્યા કરી હતી. બંને લાંબા સમયથી ફ્રેન્ડ હતા. માનસી રવિવારની રાત્રે સૈયદને મળવા માટે પહોંચી હતી. સેક્સનો ઇન્કાર કર્યા બાદ આરોપીને ગુસ્સો આવી ગયો હતો જેથી તેના પર હુમલો કરી દીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ઓલા ડ્રાઇવરની સાવધાનીના કારણે પોલીસ ૨૦ વર્ષની મોડલ માનસી દીક્ષિતના હત્યારાને પકડી લેવામાં સફળ રહી છે. ઓલા ડ્રાઇવર માનસીની ક્રુર હત્યા પાછળ એકમાત્ર સાક્ષી તરીકે હતો. તેની કેબમાં માનસીના મૃતદહેને સુટકેસમાં ભરીને ફેંકી દેવામાં આવ્યો હતો.પોલીસે કહ્યુ છે કે સેક્સને લઇને માનસી અને આરોપી વચ્ચે લડાઇ થઇ હતી.માનસીએ સેક્સનો ઇન્કાર કર્યા બાદ આ શખ્સે લાકડાના સ્ટુલને ઉપાડીને માનસીના માથામાં ફટકારી દેતાં તેનું મોત થયું હતું. ત્યારબાદ તેના મૃતદહેને તેના ઘરમા રહેલા શુટકેસમાં ભરીને ઓલા બુક કરાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ઓલા ડ્રાઇવરને એરપોર્ટ તરફ જવા કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આ શખ્સે અધવચ્ચે માલાડમાં કાર રોકવા માટે કહ્યું હતું, તે ત્યાં ઉતરી ગયો હતો અને શુટકેસને ત્યાં જ ફેંકી દીધો હતો. ત્યારબાદ ત્યાંથી ઓટો પકડીને અન્યત્ર જતો રહ્યો હતો.ઓલાના ડ્રાઇવરને આમાં શંકા ગઇ હતી. ડ્રાઇવરે તરત જ પોલીસને ફોન કરી દીધો હતો. પોલીસે એ ફોન નંબરની માંગ કરી હતી જેના આધાર પર ઓલા બુક કરાવવામાં આવી હતી. મોબાઇલ કંપની પાસેથી મંગાવવામાં આવેલી ડિટેલના આધાર પર પોલીસે અપરાધીની શોધ હાથ ધરી હતી. તેના લોકેશનને શોધી લેવામાં આવ્યા બાદ ચાર કલાકના ગાળામાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી. બેગ ઉઠાવવામાં અપરાધીની મદદ કરી ત્યારે તેને શંકા ગઇ હતી. ડ્રાઇવરે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યુ હતુ કે કડવો અનુભવ થયો હતો. તે છેલ્લા ત્રણ વર્ષની ઓલા કાર ચલાવે છે પરંતુ પ્રથમ વખત ખરાબ અનુભવ થયો હતો. નામ જાહેર નહીં કરવાની શરતે ૩૫ વર્ષના ઓલા ડ્રાઇવરે કહ્યું હતું કે, આ એક ભયાનક અનુભવ હતો.તેનું કહેવું છે કે, અઢી વાગે અપરાધીએ ડેસ્ટીનેશનમાં એરપોર્ટ લખ્યું હતું પરંતુ અમે મિલ્લતનગરથી આગળ નિકળ્યા બાદ આ શખ્સે લોકેશન બદલીને ગોરેગાંવ બસસ્ટોપ કરી દીધું હતું.
સમગ્ર ટિ્‌વટ દરમિયાન તેના ચહેરા પર અસમંજસની સ્થિતિ હતી. તેને ખબર ન હતી કે તે ક્યાં જવા માંગે છે. તે ભયભીત અને ડરેલો પણ હતો. ડ્રાઇવરે એમ પણ કહ્યું છે કે, જ્યારે તે કારમાંથી ઉતર્યો ત્યારે તેની બોડી લેંગ્વેજ જોઈને શંકા વધી ગઈ હતી. યુ ટર્ન લીધા બાદ ગાડી સામેની સાઇડે રોકી દીધી હતી ત્યાંથી કન્ટ્રોલ રુમમાં ફોન કરી દીધો હતો. થોડાક સમયમાં જ પોલીસ ટુકડી પહોંચી ગઈ હતી.

Related posts

मुझे तो खुद नोट बदल ने के लिए भारत आना पडा : राजन

aapnugujarat

કર્ણાટક ચૂંટણી : કોઇપણ પાર્ટીને બહુમતિ નહીં મળે

aapnugujarat

राहुल पर हमला बीजेपी के गुंडो की करतुत : कांग्रेस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1