Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આધારકાર્ડના કારણે નહી બંધ થાય ૫૦ કરોડ મોબાઈલ કનેક્શન

હાલમાં મીડિયામાં ચાલી રહેલા અહેવાલ કે ૫૦ કરોડ મોબાઈલ યૂઝર્સના નંબર બંધ થવાના છે તેનાથી જો તમે પરેશાન હશો તો તમારા માટે રાહતના સમાચાર છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા( UIDAI)એ સંયુક્ત નિવેદન જારી કરીને મીડિયામાં ચાલી રહેલા આવા કોઈ પણ અહેવાલને ફગાવ્યાં છે તથા તેને પાયાવિહોણા ગણાવ્યાં છે.UIDAIના નિવેદનમાં કહેવાયું છે કે આ પ્રકારના અહેવાલો મોબાઈલ ગ્રાહકોની અંદર એક પ્રકારનું ભયનું વાતાવરણ તૈયાર કરી રહ્યાં છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી. લોકોએ આવા અહેવાલો પર ધ્યાન આપવું જોઈએ નહીં. આવું કઈ થવાનું નથી.

અગાઉ એવા અહેવાલ આવ્યાં હતાં કે દેસમાં ૫૦ કરોડ મોબાઈલ યૂઝર્સના નંબર બંધ થઈ શકે છે. મીડિયા રિપોટ્‌ર્સમાં જણાવાયું હતું કે આ જોખમ એવા મોબાઈલ ધારકો માટે છે જેમણે કનેક્શન લેવા માટે આધાર કાર્ડ સિવાય બીજુ કોઈ ઓળખપત્ર આપ્યું નથી. અત્રે જણાવવાનું કે દેશમાં લગભગ ૧૦૦ કરોડ મોબાઈલ કનેક્શન છે. જો ૫૦ કરોડ મોબાઈલ નંબર બંધ થવાની અહેવાલ સાચા પડત તો કુલ મોબાઈલ કનેક્શનના તે અડધા હોત. અહેવાલોમાં એમ પણ કહેવાયું હતું કે ફક્ત આધાર કાર્ડ આપીને મોબાઈલ કનેક્શન લેનારા લોકોએ નવી દ્ભરૂઝ્ર પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આધાર વેરિફિકેશન દ્વારા લેવાયેલા આ સિમ કાર્ડને જો કોઈ બીજી આઈડેન્ટિફિકેશન પ્રક્રિયાનો બેકઅપ ન મળ્યો તો તે બંધ થઈ શકે છે. ત્યારબાદ આધાર દ્વારા દ્ભરૂઝ્ર પ્રક્રિયામાંથી પસાર થનારા યૂઝર્સ ખુબ ચિંતામાં હતાં.

Related posts

પેટ્રોલિયમ પેદાશને જીએસટીની હદમાં લાવવા ફરી માંગણી ઉઠી

aapnugujarat

સીઆરપીએફ કેમ્પ પર હુમલા બાદ વ્યાપક કોમ્બિંગ ઓપરેશન

aapnugujarat

સોનાના ભાવમાં ઉછાળો : થોડા મહિનામાં જ 66,000ના લેવલને પાર કરે તેવી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1