Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અલાહાબાદ ટૂંક સમયમાં બની જશે પ્રયાગરાજ

લાંબા સમયથી અલાહાબાદની નામકરણની કરવાની માગને થોડા સમયમાં પૂરી કરાશે. આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાનારા અર્ધ કુંભ મેળા પહેલાં અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવશે. અખાડા પરિષદે માર્ગદર્શક મંડળની મિટિંગમાં ૨૦૧૯માં યોજાનારા કુંભમેળા પહેલાં અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની દરખાસ્ત કરી છે, એમ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું. માનનીય ગવર્નરે અગાઉથી જ આ નામકરણને મંજૂરી આપી દીધી છે, એટલે મારા માનવા મુજબ ટૂંક સમયમાં આ શહેરનું નામકરણ કરવામાં આવશે.
અલાહાબાદનું મૂળ નામ પ્રયાગ હતું પણ ૧૬મી સદીમાં મુગલ સમ્રાટ અકબરને ગંગા અને યમુનાના સંગમ પાસે કિલ્લો મળી આવ્યો હતો. તેણે આ કિલ્લા અને તેની નજીકના પડોશી વિસ્તારનું નામ ઇલાહાબાદ પાડયું હતું. ત્યાર બાદ અકબરના પૌત્ર શાહજહાંએ સંપૂર્ણ શહેરનું પુનઃનામકરણ કરીને અલાહાબાદ કર્યું હતું, પરંતુ બે નદીઓના સંગમ, કુંભમેળા ભરાવાને કારણે સતત આ શહેરને પ્રયાગ કહેવામાં આવતું હતું.પ્રયાગ એ સ્થળ છે, જ્યાં ભગવાન બ્રહ્માએ પહેલો યજ્ઞ કર્યો હતો. બે નદીઓનો સંગમ થાય છે એ પ્રયાગ અને અલાહાબાદમાં ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીઓ જ્યાં મળે, એ પ્રયાગનો રાજા એટલે પ્રયાગરાજ, એમ મુખ્ય પ્રધાને નામકરણ અંગે વિગતવાર સમજાવતા કહ્યું હતું. યોગી સરકારે અગાઉ મુગલસરાઈ જંક્શનનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન કર્યું હતું અને મુગલસરાઈનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર કર્યું હતું.

Related posts

LoC पर पाकिस्तान की हर कार्यवाही का हम मुहतोड़ जवाब देंगे : आर्मी चीफ

aapnugujarat

दिल्ली से अलकायदा का संदिग्ध आतंकी गिरफ्तार हुआ

aapnugujarat

રાહુલ-પ્રિયંકા દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરી સમય બર્બાદ કરી રહ્યાં છે : કેજરીવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1