Aapnu Gujarat
ગુજરાત

તહેવારો પૂર્વે તેલના ભાવમાં વધારો ઝીંકાતા લોકો નારાજ

રાજ્યભરમાં મગફળીના ઉત્પાદનમાં થનારા પ૦ ટકાના ગાબડાની જાણકારીના પગલે જ તેલિયા રાજાઓ સક્રિય બન્યા છે એટલું જ નહીં, તહેવારો પૂર્વે જ નવી મગફળીની આવકને વાર હોવા છતાં ડબે રૂ. પ૦નો વધારો કરવામાં આવતાં નાગરિકોમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે નારાજગીની લાગણી ફેલાઇ છે. ઓગસ્ટ માસમાં તહેવારો પૂર્વે તેલના ભાવ ઊંચકાવાનું શરૂ થયું હતું, પરંતુ તે પછી ભાવ ઘટીને સ્થિર થયા હતા. હવે ફરી દિવાળીના તહેવારો શરૂ થાય તે પહેલાં જ તેલમાં ભાવવધારો શરૂ થઈ જતાં ગૃહિણીઓનાં બજેટ ખોરવાવાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યભરમાં આ વર્ષે મગફળીના ઉત્પાદનમાં પ૦ ટકા જેટલું ગાબડું પડશે. આ વર્ષે ૧ર થી ૧પ લાખ ટન જેટલું ઉત્પાદન થવાની ધારણાના પગલે જ તેલિયા રાજાઓએ નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક છે ત્યારે માત્ર ત્રણ જ દિવસમાં તેલનો ડબો રૂ. પ૦ મોંઘો કરી નાખ્યો છે. હાલમાં તેલના ડબાનો ભાવ ૧પ૭૦ છે, જે હજુ પણ વધવાની શક્યતા છે. છેલ્લા ચાર દિવસથી બ્રાન્ડવાળાઓ પણ સક્રિય થયા છે. ૮૩૦માં મળતું લુઝ સિંગતેલ અત્યારે ૮૭પનું થયું છે, એ જ દિવસમાં મિલો એ ૪પ૦ ટન મગફળીની ખરીદી કરી લીધી છે. નજીકના દિવસોમાં લુઝ તેલ પણ મોંઘું થશે અને તેલના ડબાનો ભાવ વધીને ૧૬૦૦ થવાની શક્યતા છે. દોઢ મહિના પહેલાં જ નાફેડની ખરીદીથી મગફળીના વેપારના ભાવમાં ક્રમશઃ વધારો કરતાં આખરે સિંગતેલમાં ડબે રૂ.૧૦૦ થી ૧૧૦ વધી ગયા હતા. લૂઝ સિંગતેલ ૮૦૦ની સપાટી તોડીને ૭૮૦-૭૯૦એ આવી ગયું હતું. એ પછી નાફેડે મગફળીના ભાવ વધારવાનું શરૂ કરતાં સિંગતેલ બજારમાં કરંટ આવવા લાગ્યો હતો અને ૧૫ કિલો નવા ડબાનો ભાવ રૂ.૧૪૫૦થી ૧૪૬૦ અને ૧૫ લિટરનો ભાવ રૂ. ૧૩૩૦થી ૧૩૪૦ હતો, જે વધીને ૧૫ કિલો ડબાનો ભાવ રૂ.૧૧૦ વધીને ૧૫૬૦થી ૧૫૭૦ થયો હતો અને ૧૫ લિટરનો ભાવ રૂ.૧૪૫૦થી ૧૪૭૦ થતાં રૂ. ૧૨૦નો વધારો થયો હતો. ત્યારબાદ ભાવ ઘટીને સ્થિર થયા હતા ત્યાં ફરી હવે ઓછા ઉત્પાદનના નામે ભાવ વધવા લાગ્યા છે, જે હજુ પણ વધે તેવી પૂરી શકયતા હોઇ નાગરિકોએ તેલમાં ભાવવધારાને લઇ ખાસ કરીને ગૃહિણીઓએ ઉગ્ર આક્રોશની લાગણી વ્યકત કરી છે અને તહેવારોમાં મર્યાદામાં ભાવવધારો લાગુ કરવા માંગણી કરી છે.

Related posts

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

editor

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસે ખેતી વટહુકમના વિરોધમાં આવેદનપત્ર સોંપ્યુ

editor

ગેરકાયદેસર પિસ્ટલ-કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1