Aapnu Gujarat
મનોરંજન

દીપિકા એસિડ વિક્ટીમનું પાત્ર ભજવશે

દીપિકા પાદુકોણના લગ્નની વાતો વચ્ચે મળેલી માહિતી મુજબ એણે પોતાની આગામી ફિલ્મ પસંદ કરી લીધી હતી. આ વર્ષના આરંભે એ વિશાલ ભારદ્વાજની સપના દીદી ફિલ્મ કરવાની હતી જેમાં ઇરફાન ખાન એનો હીરો હતો. પરંતુ ઇરફાનને મગજમાં ંકેન્સરની ગાંઠનું નિદાન થયું અને દીપિકાને એ દિવસોમાં બેકપેન હતું એટલે વિશાલની ફિલ્મ શરૃ થયા પહેલાંજ અટકી પડી હતી.ત્યારબાદ એવી વાતો વહેતી થઇ હતી કે દીપિકા પોતાનાં લગ્નની તારીખને ધ્યાનમાં રાખીને હાલ કોઇ નવી ફિલ્મ નહીં સ્વીકારે.પરંતુ આ દિશામાં લેટેસ્ટ સમાચાર મુજબ એણે મેઘના ગુલઝારની એક ઓફ્ફ બીટ કહેવાય એવી ફિલ્મ સ્વીકારી છે. આ ફિલ્મમાં એ એકપક્ષી પ્રેમમાં પાગલ બનેલા યુવાન દ્વારા ફેંકાયેલા એસિડનો ભોગ બનેલી અને ત્યારબાદ ઊગરી ગયેલી યુવતીનો રોલ કરવાની છે.
લક્ષ્મી નામની એક યુવતી પર એસિડ ફેંકાયો હતો અને એ ગંભીર ઇજા થવા છતાં ઊગરી ગઇ હતી. મક્કમ મનોબળ દ્વારા એ હાલ જીવી રહી છે.મેઘનાને લાગ્યું કે આ સ્ટોરી સમાજ સમક્ષ રજૂ કરવા જેવી છે એટલ એણે લક્ષ્મી વિશે ઉપલબ્ધ એટલી તમામ માહિતી ભેગી કરીને એની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી અને હવે એના પરથી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી હતી.

Related posts

પદ્માવતીને લઇ દરમિયાનગીરી કરવા કેન્દ્ર સરકારનો ઇન્કાર

aapnugujarat

બોલિવૂડમાં આઉટસાઇડર્સને સારા રોલ મળતાં નથી : રકુલપ્રીત સિંઘ

aapnugujarat

અનન્યા પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મી ચાહકોનો ધસારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1