Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાપુઆ ન્યૂ ગિની મહિલાઓ માટે દુનિયાનો ‘સૌથી ખતરનાક’ દેશ

ઓસ્ટ્રેલિયાની ઉત્તરે આવેલા દેશ પાપુઆ ન્યૂ ગિનીને મહિલાઓ માટે વિશ્વમાં સૌથી ખતરનાક દેશો પૈકીનો એક ગણાવવામાં આવ્યો છે.
કેટલાંક અનુમાન જણાવે છે કે પાપુઆ ન્યૂ ગિનીની ૭૦ ટકા મહિલાઓ પર તેમના જીવનકાળમાં બળાત્કાર કરવામાં આવે છે અથવા તેમણે કોઈક પ્રકારની જાતીય સતામણીનો શિકાર થવું પડે છે.
પાપુઆ ન્યૂ ગિનીનો સમાવેશ રહેવા માટે વિશ્વના સૌથી બદતર દેશોની યાદીમાં થાય છે, જ્યાં ઘરેલુ હિંસા અને બળાત્કારનો દર સૌથી વધારે છે.જોકે, અહીં બળાત્કારના જૂજ આરોપીઓને જ સજા થાય છે તે વધારે ચિંતાજનક વાત છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘરેલુ હિંસા અને બળાત્કારની કમસેકમ ૬,૦૦૦ ઘટનાઓ આ વર્ષની જાન્યુઆરીથી મે દરમ્યાન નોંધાઈ હતી.
અધિકારીએ કહ્યું હતું,આ નોંધાયેલી ઘટનાઓ છે. જેની ક્યાંય નોંધ કરાવવામાં આવી નથી એવી ઘટનાઓ કેટલી હશે તે તમે વિચારી શકો છો.તેનું કારણ એ છે કે પાપુઆ ન્યૂ ગિનીમાં તમે કોઈ પણ સામાન્ય વ્યક્તિને પૂછશો તો એ કહેશે કે આ તો સામાન્ય વાત છે. ગર્લફ્રેન્ડ, પત્ની કે દોસ્ત હોય તેવી કોઈ પણ મહિલા સાથે હિંસા થાય એ સામાન્ય વાત છે.પાપુઆ ન્યૂ ગિનીમાં સ્થાનિક બદમાશોને ’રાસ્કલ’ કહેવામાં આવે છે અને એવા લોકો પર બળાત્કારના સૌથી વધુ આરોપ છે.’રાસ્કલ’ લોકોના જણાવ્યા મુજબ, કોઈ મહિલા પર સામુહિક બળાત્કાર કરવો એ તેમની રોજિંદી ગતિવિધિનો એક હિસ્સો છે.’રાસ્કલ’ લોકો એ બાબતે ખુલ્લેઆમ વાત પણ કરતા હોય છે. તેમને કૅમેરા કે પોલીસનો ડર હોતો નથી.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પાપુઆ ન્યૂ ગિનીમાં બળાત્કાર માટે મહત્તમ પાંચ વર્ષના કારાવાસની સજાની જોગવાઈ છે. કિશોરોને તો મહત્તમ બે વર્ષની સજા જ કરી શકાય છે.પોલીસ માને છે કે બળાત્કાર જેવા ગુના માટે આટલી સજા અપૂરતી છે.

Related posts

કેનેડા – અમેરિકામાં ગરમીથી ૨૫૦ના મોત

editor

ईरान को नहीं US की परवाह

aapnugujarat

प्रवासियों और शुल्क मुद्दे पर अमेरिका-मेक्सिको के बीच समझौता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1