Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેવાડી ગેંગ રેપ : ૩ આરોપીની ધરપકડ, બે હજુ પણ ફરાર

હરિયાણા ટોપર ગેંગ રેપ કેસમાં મુખ્ય આરોપી પૈકી એક સહિત રવિવારના દિવસે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જ્યારે અન્ય બે આરોપી હજુ ફરાર છે. આર્મી મેન સહિત બે લોકો હજુ ફરાર છે. જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તે પૈકી તમામ ત્રણેયને ગુપ્ત સ્થળથી પકડી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા લોકોની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અન્ય આરોપીની સંડોવણીને પણ નકારી રહી નથી.આરોપીઓની શોેધખોળમાં હરિયાણા, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. રેવાડીમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપના મામલા બાદ સરકારે પગલા લઇને રેવાડીના એસપી રાજેશ દુગ્ગલની બદલી કરી દીધી છે. તેમની જગ્યાએ રાહુલ શર્માને રેવાડીના નવા એસપી બનાવી દેવામાં આવ્યા છે. આ ભયાનક અપરાધના પાંચ દિવસ બાદ પણ બે આરોપી હજુ પકડાયા નથી. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આરોપીઓને પકડી પાડવા માટે કેટલીક ટીમોની રચના કરવામાં આવી છે. એવી આશા છે કે, બાકીના આરોપીઓને ટૂંક સમયમાં જ પકડી પાડવામાં આવશે. ડીસીએ કહ્યું છે કે, યુવતીની સારવાર રેવાડીમાં કરવામાં આવશે. યુવતીના માતા-પિતા રેવાડીમાં સારવાર માટે સહમત થઇ ગયા છે. આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. એક લાખ રૂપિયાના ઇનામ પણ જાહેરાત કરી છે. તેમને ટૂંકમાં જ ઝડપી લેવામાં આવશે. રેવાડી ગેંગ રેપ કેસને લઇને હાલમાં હરિયાણામાં ભારે રાજકીય ગરમી વધી ગઇ છે. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે હરિયાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સંપૂર્ણપણે ભાંગી પડી છે. રાજ્ય સરકારને સત્તામાં રહેવાનો કોઇ અધિકાર નથી.

Related posts

‘ટીકા ઉત્સવ’ શરૂ, પ્રધાનમંત્રી મોદીએ ગણાવ્યું કોરોના સામેનું સૌથી અસરકારક હથિયાર

editor

કોંગ્રેસના દબાવમાં મુખ્યમંત્રી નહીં ક્લાર્ક બની ગયો છું, કુમારસ્વામી

aapnugujarat

भारत ने तुर्की को दी चेतावनी, कश्मीर मामले में दखल न करें

aapnugujarat

Leave a Comment

UA-96247877-1