Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૨૦૨૨ સુધી ભારતમાં હશે બ્રિટન અને ફ્રાંસથી વધારે ધનકુબેર

નાઇટ ફ્રેંકના એક રિપોર્ટ પ્રમાણે ૨૦૨૨ સુધી ભારતમાં ધન કુબેરોની સંખ્યા ફ્રાંસ, રશિયા અને બ્રિટેનથી વધારે થઇ જશે. આ ધનકુબેરોની પાસે ૩૫૦૦ કરોડ રૂપિયા કે તેનાથી વધારે ધન સંપત્તિ હશે. ભારતમાં ૨૦૧૭માં ૨૦૦ અરબપતિ હતા જે ૨૦૨૨ સુધી વધીને ૩૪૦ થઇ જશે. જ્યારે તે વખતે ફ્રાંસમાં ૩૧૦ અને યુકે તથા રશિયામાં તેમની સંખ્યા ૨૨૦ થશે. વેલ્થ રિપોર્ટ પ્રમાણે આવનારા પાંચ વર્ષોમાં એશિયામાં ધનકુબેરોની સંખ્યા ઉત્તર અમેરિકાના ધનકુબેરોથી વધારે થશે. અનુમાન પ્રમાણે ૨૦૨૨ સુધી એશિયામાં આવા લોકોની સંખ્યા ત્રણ હજારથી પણ વધારે થશે. રિપોર્ટ પ્રમાણે આનું મુખ્ય કારણ દુનિયામાં આર્થિક પ્રગતિ અને સંપત્તિઓની લગાતાર વધતી કિંમતોને કારણ હશે.જોકે તે સમયે પણ સૌથી વધારે અરબપતિ અમેરિકામાં જ હસે. અનુમાન પ્રમાણે અમેરિકામાં તેમની સંખ્યા ૨૦૨૨ સુધી ૧૮૩૦થી વધીને ૨૫૦૦ થઇ જશે. ચીનમાં આ સંખ્યા ૪૯૦થી વધીને ૯૯૦ થઇ જશે.

Related posts

દેશનાં ચાર રાજ્યોમાં દશકોથી લટકેલાં કેસોનો નિકાલ કરાયો

aapnugujarat

सोने-चांदी में लौटी तेजी, 200 रुपए महंगा हुआ सोना

aapnugujarat

SC में बोले अयोध्‍या केस के वकील-निर्मोही अखाड़े के दस्तावेज और सबूत 1982 में डकैत ले गए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1