Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકી ૭ કંપનીની મૂડી ૭૫૬૮૪ કરોડ ઘટી ગઇ

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૭૫૬૮૪.૩૩ કરોડનો ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં તીવ્ર ઘટાડો થયો છે. એફએમસીજીની મહાકાય કંપની એચયુએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળામાં શેરબજારમાં મંદી રહી હતી. સેંસેક્સ ૨૫૫ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મારુતિ સુઝુકી, આઈટીસી સહિતની સાત બ્લુચીપ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટીસીએસ અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં વધારો થયો હતો. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી ૨૯૪૪૯.૯૯ કરોડ ઘટીને ૩૫૪૭૭૪.૪૪ કરોડ થઇ ગઇ છે. જ્યારે એસબીઆઈ અને મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૧૫૧૭૧.૮ કરોડ અને ૧૧૦૧૬.૮૬ કરોડનો ઘટાડો થયો છે. આવી જ રીતે આઈટીસી અને કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીયરીતે ઘટાડો થતાં આ બંને કંપનીઓની માર્કેટ મૂડી ક્રમશઃ ૩૭૯૬૬૦.૮૬ કરોડ અને ૨૩૭૯૩૧.૭૩ કરોડ થઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૧૧૯૪.૫૭ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. એચડીએફસીની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં આરઆઈએલની માર્કેટ મૂડી ૨૨૭૮૪.૩૨ કરોડ વધતાં તેની માર્કેટ મૂડીનો આંકડો ૮૦૯૨૫૪.૯૮ કરોડ થયો છે. આની સાથે જ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ તે હવે પ્રથમ સ્થાન ઉપર પહોંચી ગઈ છે. બીજી બાજુ ઇન્ફોસીસ અને ટીસીએની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૫૭૩૪.૯૯ કરોડ અને ૫૭૪.૨૯ કરોડનો વધારો થયો છે. ટોપ ટેન રેંકિંગ કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઈએલ પ્રથમ સ્થાન પર છે જ્યારે ટીસીએસ બીજા સ્થાને છે. એચડીએફસી બેંક અને આઈટીસીના ક્રમશઃ ત્યારબાદના નંબર રહેલા છે. આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં કંપનીઓ વચ્ચે ફરી એકવાર તીવ્ર સ્પર્ધા રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. એચયુએલ અને અન્ય કંપનીઓ પણ દેખાવ સુધારવા માટે સજ્જ છે. રિલાયન્સ અને ટીસીએસ વચ્ચે માર્કેટ મૂડીની દ્રષ્ટિએ નજીકની સ્પર્ધા છે.

Related posts

દલાલ સ્ટ્રીટમાં તીવ્ર તેજી રહે તેવા સંકેત : છ પરિબળોની અસર થશે

aapnugujarat

હોલસેલ બજારમાં ડુંગળીના ભાવ વધી ગયા

aapnugujarat

એફસીઆઈમાં ૫૦૦૦ કરોડ રોકવા માટે તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1