Aapnu Gujarat
બિઝનેસ

એફસીઆઈમાં ૫૦૦૦ કરોડ રોકવા માટે તૈયારી

ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં સરકાર ૫૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ આગામી બે વર્ષના ગાળામાં કરનાર છે. લિક્વિડીટીની સમસ્યાને હળવી કરવા અને અનાજ પ્રાપ્તિ સાથે સંબંધિત ઓપરેશનને વધુ અસરકારક બનાવવાના હેતુસર ૫૦૦૦ કરોડ રૂપિયા એફસીઆઈમાં ફાળવવામાં આવનાર છે. અનાજના વિતરણ અને પ્રાપ્તિ માટે સરકારની નોડલ એજન્સી એફસીઆઈ સરકારી બોન્ડ મારફતે ૩૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. જાહેર વિતરણ અંગેની સંસદીય સ્થાયી સમિતિએ એફસીઆઈ કેપિટલને નવા રંગરુપમાં રજુ કરવા માટે બજેટ દરખાસ્ત રજૂ કરી હતી. નાણામંત્રાલયે નિર્ણય કર્યો છે કે, એફસીઆઈમાં અનાજ જાળવવાની ક્ષમતાને વધારવામાં આવશે. એફસીઆઈ સંસદના સ્પેશિયલ એક્ટ હેઠળ સ્થાપિત કરવામાં આવી હતી જે કંપની એક્ટ હેઠળ કામ કરતી નથી. કોર્પોરેશનના નાણા ઇક્વિટીના સ્વરુપમાં રહે છે. શેરમાં વિભાજિત કરવામાં આવતા નથી. એફસીઆઈની મુખ્ય જવાબદારી અનાજના વેચાણ, સ્ટોરેજ, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા અને ખરીદી સાથે સંબંધિત છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા રેટ ઉપર એફસીઆઈ અનાજ ખરીદે છે.

Related posts

ફોર્ચ્યુને દુનિયાના ૫૦ મહાન લીડર્સમાં અદાર પૂનાવાલાને સ્થાન આપ્યું

editor

नीरव, चौकसी की जब्त संपत्तियों का ब्योरा देने से ईडीने किया इनकार

aapnugujarat

देश का विदेशी मुद्रा भंडार 1.620 अरब डॉलर से बढ़कर 430 अरब डॉलर हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1