Aapnu Gujarat
રમતગમત

એશિયા કપ : આજે ભારતીય ટીમની પસંદગી

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે આજે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવનાર છે. કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશીપ અને બેટિંગના મિડલ ઓર્ડર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારતીય ટીમ અઢી મહિનામાં ઇંગ્લેન્ડના પ્રવાસે રમી રહી છે. ટુર્નામેન્ટ બાદ ઘણાં ખેલાડીઓને આરામ આપવામં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભારતનો સામનો પાકિસ્તાન સામે બીજી અને ફાઈનલમાં પહોંચવાની સ્થિતિમાં ત્રીજી વખત પણ થઇ શકે છે. કોહલી કમરની તકલીફથી ગ્રસ્ત થયેલો છે. આગામી ત્રણ મહિનામાં છ ટેસ્ટ બીજી રમવાની છે જેમાં બે ટેસ્ટ મેચ વિન્ડિઝમાં અને ચાર ટેસ્ટ મેચો ઓસ્ટ્રેલિયા સામે રમાનાર છે. પસંદગીકારો કોહલીની કેપ્ટનશીપને લઇને આરામ આપવાના મૂડમાં છે. કોહલીના ટુર્નામેન્ટથી બહાર રહેવાની સ્થિતિમાં રોહિત શર્માને જવાબદારી સોંપવામાં આવશે. મિડલ ઓર્ડરમાં શિખર ધવન અને રોહિત શર્મા ચોક્કસપણે રમનાર છે જ્યારે રાહુલ ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. કોહલી બાદ બે બેટ્‌સમેનોના ક્રમને લઇને ચિંતા પ્રવર્તી રહી છે. મનિષ પાંડે સતત સારો દેખાવ કરી શક્યો ન થી પરંતુ હાલમાં ઇન્ડિયા બી તરફથી રમતા ચાર મેચોમાં ૩૦૬ રન કર્યા છે. રાયડુ તમામ રીતે સફળ રહ્યું છે. ભારત એ માટે પણ રન બનાવ્યા છે. કેદાર જાદવ પણ ફિટ છે. તે ઉપયોગી ઓફબ્રેક બોલર પણ છે. મયંક અગ્રવાલ પણ કર્ણાટક અને ભારત એ માટે ખુબ રન બનાવી ચુક્યો છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ મુખ્ય જવાબદારી સંભાળશે. શાર્દુલ ઠાકુર અને સિદ્ધાર્થ કોલ પણ ઉમેશ યાદવની સાથે પસંદગી માટે દાવેદારી રજૂ કરશે. વિકેટકીપિંગની જવાબદારી મહેન્દ્રસિંહ ધોની પાસે રહેશે. ધોની પાસેથી સિખવા માટે ઋષભ પંતને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

Related posts

विकेट के बारे में पता था : अक्षर पटेल

editor

भारतीय महिला हाकी टीम ने जीता FIH सीरीज फाइनल्स खिताब

aapnugujarat

गुलाबी गेंद को पकडऩा चुनौतीपूर्ण : साहा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1