Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કલમ ૩૫એ ઉપર સુનાવણી ટળી

સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરને ખાસ વિશેષાધિકાર આપનાર ચર્ચાસ્પદ અને જટિલ આર્ટિકલ ૩૫એ પર સુનાવણીને આગામી વર્ષે જાન્યુઆરી સુધી ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બેંચ દ્વારા આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી હવે ૧૯મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે કરાશે. અરજી કરનાર અશ્વિની ઉપાધ્યાય દ્વારા આ કલમની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરે સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં લઇને આના ઉપર સુનાવણી મોકૂફ રાખવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા કેકે વેણુગોપાલ તરફથી માંગ કરવામાં આવી હતી કે, તમામ સુરક્ષા સંસ્થાઓ રાજ્યમાં સ્થાનિક ચૂંટણીની તૈયારીઓને લઇને વ્યસ્ત છે. ગુરુવારના દિવસે કલમ ૩૫એના સંદર્ભમાં કાશ્મીર ખીણમાં બંધની હાકલ કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર અને દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર કલમ ૩૫-એની કાયદેસરતાને લઈને સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર છ્‌ઠી ઓગષ્ટના દિવસે પણ સુનાવણી ટળી ગઈ હતી. જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપનાર કલમ ૩૫એને રદ કરવા સાથે સંબંધિત અરજી ઉપર સુનાવણી ટાળી દેવામાં આવ્યા બાદ આ મામલામાં ઉપર સુનાવણી ૨૭મી ઓગસ્ટના દિવસે હાથ ધરવામાં આવી હતી. જો કે એ દિવસે પણ કોઇ ફેંસલો થયો ન હતો. બંધારણની આ કલમને લઇને નિષ્ણાતોના જુદા જુદા અભિપ્રાય રહ્યા છે. આને લઇને ઘણા વિવાદ પણ છે. કલમ ૩૫એના વિરોધમાં બે દલીલો મુખ્યરુપથી રહી છે જે પૈકી પ્રથમ દલીલ એ છે કે, તે રાજ્યમાં અન્ય રાજ્યના ભારતીય નાગરિકોને સ્થાનિક નાગરકિતા માનવાથી રોકે છે. આવી જ રીતે બીજા રાજ્યના નાગરિકો જમ્મુ કાશ્મીરમાં નોકરી મેળવી શકે નહીં અને સંપત્તિ પણ ખરીદી શકે નહીં. આની સાથે સાથે જો પ્રદેશની કોઇ યુવતીએ અન્ય રાજ્યના નાગરિક સાથે લગ્ન કર્યા છે તો તેને રાજ્યમાં સંપત્તિના અધિકારથી કલમ ૩૫એના આધાર પર વંચિત રાખવામાં આવે છે. આને બંધારણણાં અલગથી ઉમેરીને આને લઇને પણ વિરોધ કરવામાં આવે છે. ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને મહેબુબા મુફ્તીની પીડીપી, સીપીએમ અને રાજ્ય કોંગ્રેસે પણ આ કલમના સમર્થનમાં દેખાવો કર્યા છે. આને જાળવી રાખવાની માંગ પણ કરવામાં આવી રહી છે. બીજી બાજુ ભાજપ આ કલમને દૂર કરવાને લઇને ખુલ્લી ચર્ચા ઇચ્છે છે. પાર્ટીના નેતાઓ માને છે કે, આ કલમ રાજ્યના હિતમાં બિલકુલ નથી. આને લઈને વિરોધ કરનાર અને સમર્થન કરનાર લોકો આમને સામને આવી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના રજીસ્ટ્રાર સમક્ષ એક અરજી દાખલ કરીને માહિતી આપવામાં આવી છે કે આગામી પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી તથા મ્યુનિસિપલ ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે. જેથી આ અરજી પર સુનાવણી હાલ હાથ ધરવામાં ન આવે તે જરૂરી છે. રાજ્ય સરકરા દ્વારા કરવામાં આવેલી રજુઆતને આજે ધ્યાનમાં લેવામાં આવી હતી અને સુનાવણી ટાળી દેવાય હતી.

Related posts

माओवादी शुभचिंतकों पर सुप्रीम कोर्ट में टली सुनवाई

aapnugujarat

“In 6-7 months, we will have capacity to vaccinate about 30 crore people” : Union Min. Harsh Vardhan

editor

ગુજરાતમાંથી સેનામાં ભરતી માટે ૭૧,૦૦૦ યુવાનોએ ઓનલાઇન નોંધણી કરાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1