Aapnu Gujarat
રમતગમત

ભાજપ દિલ્હીમાંથી ગૌત્તમ ગંભીરને ઉતારશે ચૂંટણીના મેદાનમાં

ભારતીય ક્રિકેટર ગૌત્તમ ગંભીરે હજી સુધી રમત ક્ષેત્રને અલવિદા કહ્યું નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં પોતાનો આધાર મજબૂત બનાવવા માટે આ ખેલાડીનો સાથ લેવાનુ મન બનાવી લીધુ છે. રિપોર્ટ મુજબ, ભાજપ ઈચ્છે છે કે ગંભીર પાર્ટી માટે દિલ્હીમાંથી સામાન્ય ચૂંટણી લડે.
જોકે, આ અંગે ગંભીરે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.ભાજપ પ્રદેશમાં કેટલાંક વર્ષોથી સત્તાવિહોણી છે. છેલ્લી વખતે ભાજપ તરફથી મદનલાલ ખુરાના મુખ્યપ્રધાન રહ્યાં હતાં. એવા સમયે દિલ્હીમાં પોતાની પક્કડ મજબૂત બનાવવાના હેતુથી પાર્ટી આ નિર્ણય લઈ શકે છે. કારણકે ગંભીર એક જાણીતો ચહેરો છે અને તે મૂળ દિલ્હીનો છે તેથી તે ભાજપ માટે યોગ્ય પ્રતિનિધિ સાબિત થઈ શકે છે. ગંભીર ક્રિકેટ સિવાય સમાજસેવાના કામોને કારણે પણ ચર્ચામાં રહે છે. તેણે થોડા દિવસો પહેલા સૈનિકો માટે ડોનેશન પણ આપ્યું હતું.આમ તો ક્રિકેટરોનો રાજનીતિ સાથે ઘણો જૂનો સંબંધ રહેલો છે, પછી તે નવજોત સિંહ સિદ્ધુ, ચેતન ચૌહાણ, મોહમ્મદ અઝહરૂદ્દીન અથવા પછી કિર્તિ આઝાદ હોય. હવે આ બધા નામમાં વધુ એક નામ ગંભીરનુ પણ જોડાયુ છે. ગંભીર હવે રાજનીતિમાં પગલા માંડી શકે છે. ગંભીરનો પોતાનો દિલ્હી સાથે ગાઢ સંબંધ છે અને તેઓ ભારતીય ટીમનો એક ભાગ રહીં ચૂક્યા છે. ગંભીરે ધોનીની આગેવાનીમાં ૨૦૦૭માં ટી-૨૦ વિશ્વ અને ૨૦૧૧માં વિશ્વ કપનો ખિતાબ જીત્યો હતો. બંને ટુર્નામેન્ટની ફાઈનલમાં ગંભીરે મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી. ગંભીરે ભારત માટે ૫૮ ટેસ્ટ અને ૧૪૭ વન-ડે રમી ૨૦ સદીની મદદથી કુલ ૯૩૯૩ રન બનાવ્યા છે. તેમણ પોતાની આગેવાનીમાં કોલકત્તા નાઈટરાઈડર્સને બે વખત આઈપીએલ ખિતાબ પણ જીતાવ્યો છે.

Related posts

सानिया ऑस्ट्रेलिया ओपन की मिश्रित युगल स्पर्धा से हटी

aapnugujarat

एचआई के कोचिंग प्रोग्राम से फायदा हुआ : श्रीजेश

editor

लाबुशाने बन सकते हैं टेस्ट टीम के अगले कप्तान : पोंटिंग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1