Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પર ૧૫ દિવસની અંદર મળશે રિફન્ડ

ઇનકમ ટેક્સ પેયર્સ માટે એક રાહતની ખબર છે. હવે ઇનકમ ટેક્સ રિફન્ડ ૧૫ દિવસની અંદર મળશે. જેનો મતલબ છે કે ઇનકમ ટેક્સ રિફન્ડનું પેમેન્ટ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ૧૫ દિવસની અંદર આપવામાં પહેલા ઇનકમ ટેક્સ રિફન્ડ પેમેન્ટમાં સરેરાશ ૨-૩ મહીનાનો સમય લાગતો હતો. સુત્રો અનુસાર કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલેકે સીબીડીટીએ ઇનકમ ટેક્સ વિભાગથી ઇનકમ ટેક્સ રિફન્ડની પ્રક્રિયાને ઝડપથી કરવામાં કહેવામાં આવ્યું છે.ઇનકમ ટેક્સ વિભાગના એક ઉચ્ચઅધિકારીનું કહેવું છે કે જેનો ઇનકમ ટેક્સ રિટર્ન સબમિટ થઇ ગયું છે અને ઇ-વેરિફિકેશન થઇ ગયું છે તો આવા લોકોને રિફન્ડ ૧૦-૧૨ દિવસમાં આવી જશે. આ અંગે ઇનકમ ટેક્સ વિભાગ હવે ઝડપથી કામ કરી રહ્યું છે. અધિકારી મુજબ જેનો રિફન્ડ બને છે પરંતુ તેને ઇ-વેરિફિકેશન નથી થયું તો તેમા રિફન્ડ આવવામાં મોડૂં થઇ શકે છે. એવામાં ઇનકમ ટેક્સ પેયર્સ માટે સારુ હશે કે તે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની સાથે ઇ-વેરિફિકેશન પણ જલદી કરાવી લે.
ઉલ્લેખનીય છે કે જો તમારો વધારે ટેક્સ કટ થાય છે તો તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી રિફન્ડ ક્લેઇમ કરી શકો છો. જો તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કરતા તો તમે રિફન્ડ ક્લેઇમ કરી શકશો નહી. નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧ ઓગસ્ટ છે.જો તમે સમયસીમાની અંદર ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કર્યુ હોય તો બાદમાં રિટર્ન ફાઇલ કરવા પર ૫૦૦૦ રૂપિયા સુધી પેનલ્ટી આપવી પડશે. તમે પેનલ્ટી જમા કર્યા વગર રિટર્ન ફાઇલ કરી શકશો નહીં.

Related posts

વાહનો, કન્ઝ્યુ. પ્રોડક્ટ્‌સની માંગ પાંચ વર્ષની ટોચે

aapnugujarat

करतारपुर कॉरिडोर को लेकर पीछे नहीं हट सकता पाक. : कैप्टन अमरिंदर सिंह

aapnugujarat

आम्रपाली ग्रुप के अधूरे हाउसिंग प्रॉजेक्ट्स NBCC करेगा पूरा : सुप्रीम कोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1