Aapnu Gujarat
ગુજરાત

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બે ચરણમાં શરૂ થશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બે તબક્કામાં શરૂ કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જમીન અધિગ્રહણમાં અનેક પ્રકારની અડચણો હજુ પણ આવી રહી છે. જેના પરિણામ સ્વરુપે મુશ્કેલી પણ આવી રહી છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનને મહારાષ્ટ્રમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણને લઇને મહારાષ્ટ્રમાં તકલીફ આવી રહી છે. આ પ્રોજેક્ટ મુંબઈ અને અમદાવાદને જોડશે અને બે કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે. ૩૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી આ ટ્રેન દોડી શકશે. સાત કલાકના બદલે બે કલાકમાં જ યાત્રા થઇ શકશે. આ ટ્રેનમાં ૧૨ સ્ટેશન રહેશે જે પૈકીના ચાર સ્ટેશન મહારાષ્ટ્રમાં રહેશે. ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે સમગ્ર કોરિડોરને શરૂ કરવાની યોજના છે પરંતુ જમીન અધિગ્રહણને લઇને અડચણો આવી રહી છે. બિલીમોરા અને અમદાવાદ વચ્ચે જ આ તારીખ સુધી આ યોજના શરૂ થઇ શકશે. કારણ કે અડચણો આવી રહી છે. આના લીધે ગુજરાતના સુરત અને અમદાવાદને જોડી શકાશે. આ અંતર ૩૧૫ કિલોમીટરનું છે. હવે આને એક કલાક અને ૧૫ મિનિટમાં જ કાપી શકાશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે ૩૫૩ હેક્ટર જમીન હાંસલ કરવા માટે કવાયત હાથ ધરી છે પરંતુ કુલ ૧૪૦૦ હેક્ટર જમીનની જરૂર પડશે. આ પ્રોજેક્ટમાં મોટાભાગનો હિસ્સો ગુજરાતમાં રહેશે. ડિસેમ્બર ૨૦૧૮ સુધી જમીન અધિગ્રહણ માટેની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ૧૦૮ ગામોમાં પાલઘરમાં જમીનની જરૂર પડશે. જાહેરનામુ જારી થઇ ચુક્યું છે. હજુ સુધી ખુબ ઓછુ કામ થઇ શક્યું છે. જમીન અધિગ્રહણને લઇને ૧૦૮ ગામોને અસર થશે. ત્રણ રાજ્યમાં જિલ્લાઓમાં અસર થશે. મહારાષ્ટ્રમાં ૩૫૩ હેક્ટર જમીનની જરૂર રહેશે. હાઈસ્પીડ રેલવે કોરિડોર માટે જરૂરી જમીન ૧૪૦૦ હેક્ટરની રહેશે. કોરિડોરમાં મહારાષ્ટ્રમાં ૧૫૫ કિલોમીટર અને ગુજરાતમાં ૩૪૯ કિલોમીટર કોરિડોર રહેશે. બંને રાજ્યોમાં જમીન અધિગ્રહણ પૂર્ણ કરવાની સમય મર્યાદા ડિસેમ્બર ૨૦૧૮ રાખવામાં આવી છે. પ્રક્રિયા ખુબ ઝડપથી ચાલી રહી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર પ્રોજેક્ટ માટે ૧૪૦૦ હેક્ટરની જમીનની જરૂર છે. અંદાજ મુજબ ૫૦૦૦૦ વૃક્ષો પણ લગાવવામાં આવનાર છે.

Related posts

ભાવનગરમાં રહેતા અલંગમાં સ્ક્રેપની દલાલી કરતા વેપારીના ઘરેથી ૩૦ લાખની ચોરી

aapnugujarat

ખસા ગામમાં પાણીની સમસ્યા

editor

૧૧૫૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૭૫ ટકા જેટલું ઉંચુ મતદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1