Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અટલજીની અસ્થિઓ દરેક મોટી નદીમાં પ્રવાહિત કરાશે : યોગી આદિત્યનાથ

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અવસાન બાદ ઉત્તરપ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે, વાજપેયીની અસ્થિઓને રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય નદીઓમાં પ્રવાહિત કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ અટલ બિહારી વાજપેયીની કર્મભૂમિ રહી છે. રાજ્યના દરેક ક્ષેત્રમાં તેમની લોકો સાથે ભાવના જોડાયેલી હતી. જનભાવનાઓનું સન્માન કરીને દેશના તમામ જિલ્લાની મુખ્ય નદીઓમાં તેમની અસ્થીઓ પ્રવાહિત કરવામાં આવશે.
રાજ્યની જનતાને તેમની અંતિમ યાત્રામાં જોડાવવાની તક મળે તેનો આ હેતુ છે. ગંગા, યમુના, ચંબલ, ઘાખરા, ગોમતી, રામગંગા, ગંડક, શારદા, કાલીનદી, શોન, વાણગંગા સહિતની નદીઓમાં અસ્થીઓનું વિસર્જન કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે, પ્રથમ સંસદીય ક્ષેત્ર બલરામપુર અને કર્મભૂમિ લખનૌમાં સ્મૃતિઓને સજીવ રાખવા માટે ખાસ કાર્ય કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગઇકાલે બપોર બાદ એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષના હતા. વાજપેયીને યુરિન ઇન્ફેક્શન અને કિડની સંબંધિત તકલીફના કારણે ૧૧મી જૂનના દિવસે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટીસની તકલીફ પણ તેમને હતી.
વાજપેયી છેલ્લા ઘણા સમયથી એક જ કિડની પર ચાલી રહ્યા હતા. શરીરના અનેક ભાગ વધતી વયના કારણે કામ કરવાનું બંધ કરી ચુક્યા હતા. છેલ્લા બે દિવસથી તેમની તબિયત ખુબ બગડી ગઈ હતી. ગઇકાલે અવસાન થયા બાદ આજે વાજપેયીના સ્મૃતિ સ્થળ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Related posts

આવતીકાલે ચેન્નાઇ- હૈદરાબાદની વચ્ચે સૌથી રોમાંચક જંગ ખેલાશે

aapnugujarat

राज्यसभा में जम्मू-कश्मीर से संबंधित प्रस्तावों पर टीएमसी साथ

aapnugujarat

जनसंख्या नियंत्रण कानून जरूरी : गिरिराज सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1