Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ફ્રાન્સમાં ટ્રેઈન્ડ કાગડા કચરો ઉઠાવશે

ફ્રાન્સના એક ઐતિહાસિક પાર્ક પ્યૂ ડ્યૂ ફોયુમાં કચરો ઉપાડવા માટે કાગડાને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અહીં અત્યાર સુધી ૬ કાગડા આ હુનર સંપૂર્ણ રીતે શીખી ચૂક્યા છે. તેઓ પાર્કમાં સિગારેટના ઠૂંઠા અને અન્ય કચરો સરળતાથી વીણી લે છે. પાર્ક મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આ કામ થોડું અઘરું છે. તેનું લક્ષ્ય લોકોને એ જણાવવાનું છે કે જો તેઓ પાર્કનું ધ્યાન નહીં રાખે તો પ્રકૃતિ ખુદ પણ પર્યાવરણની સુરક્ષા કરી શકે છે. પાર્કના કેરટેકર નિકોલસ ડીવિલિયર્સે જણાવ્યું કે તેના પિતા ફિલિપ ડીવિલિયર્સે ૧૯૭૭માં આ થીમ પાર્કની સ્થાપના કરી હતી. ફિલિપે સૌથી પહેલાં એક નાટકનુું આયોજન કર્યું હતું, જે ૧૪મી સદીથી દ્વિતીય વિશ્વયુદ્ધ સુધી ચાલેલી ફ્રેન્ચ ક્રાંતિ પર આધારિત હતું. આ નાટકનું મુખ્ય પાત્ર મોઉપીલર હતો. જેણે ફ્રેન્ચ ક્રાંતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં આ પાર્કની કમિટીમાં ૬૦૦ સભ્ય હતા, જે હવે ૩૬પ૦ થઈ ચૂક્યા છે. આ ફ્રાન્સનો સૌથી પ્રસિદ્ધ પાર્ક છે.નિકોલસના જણાવ્યા મુજબ પાર્કની સફાઇ માટે ‘રુક’ પ્રજાતિના કાગડાને શિખવાડવામાં આવે છે. આ ઉપરાંત કેરિયન ક્રો, જેકડો અને રાવેન પ્રજાતિના કાગડા પણ સામેલ છે, જે ખૂબ જ સમજદાર હોય છે. તે માણસોની વાતોને પણ સારી રીતે સમજી લે છે અને તેમની સાથે મિત્રતા પણ કરી લે છે.

Related posts

अमेरिका-चीन अगले चरण की व्यापार वार्ता के लिए सहमत

aapnugujarat

WHO એ વિશ્વની પહેલી મેલેરિયાની રસીના ઉપયોગ પર મંજૂરીની મ્હોર મારી

editor

બ્રિટનમાં હુમલાના સંબંધમાં હજુ સુધી ૮ લોકોની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1