Aapnu Gujarat
ગુજરાત

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ”ની ઉજવણી

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી કર્મચારીઓ દ્વારા ૧૦ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામના થોરી મુબારક પ્રાથમિક શાળા ખાતે અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદિશ મેણીયાના પ્રમુખ સ્થાને કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.સંગીતા પટણી, કે.એમ.મકવાણા, નીલકઠ વાસુકિયા, જી.એન.મકવાણા, મનિષા બારોટ, તૃપ્તિ ભટ્ટ, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરમગામ તાલુકામાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી હતી અને કૃમિથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ સહિત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઇઝરો દ્વારા સપોર્ટીવ સુપરવીઝન કરવામાં આવ્યુ હતુ.
વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ૧૦ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ”ની ઉજવણીના ભાગ રૂપે વિરમગામ તાલુકાના ૧ થી ૧૯ વર્ષની વય જુથના આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, શાળામાં જતા કે શાળામાં ન જતા બાળકોને એક જ દિવસે ઉંમર પ્રમાણે કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી હતી. કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે. ભારત સરકાર દ્વારા બાળકોને વિટામીન-એ ના રાઉન્ડની સાથે કૃમિનાશક ટેબલેટ વર્ષમાં બે વખત આપવામાં આવે છે. કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટમાં દુઃખાવો, ઝાડા ઉલ્ટી અને વજન ઓછુ થવુ જેવી અનેક હાનીકારક અસરો જોવા મળે છે. બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાથી લોહીની ઉણપમાં સુધારો, પોષણ સ્તરમાં સુધારો, સ્કુલ અને આંગણવાડીમાં હાજરી અને ગ્રહણશક્તિ સુધારવામાં મદદરૂપ થાય છે, ભવિષ્યમાં કાર્યક્ષમતામાં અને જીવન દરમાં વૃધ્ધી, વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જન સમુદાયને લાભ થાય છે.

તસવીરઃ- વંદના વાસુકિયા

Related posts

વન રેન્ક, વન પેન્શનનો અમલ ન કરી સૈનિક સાથે વિશ્વાસઘાત : મેજર જનરલ સતબીરસિંહ

aapnugujarat

રાજપીપલાની સરકારી બહેરા મુંગા નિવાસી શાળામાંનવા સત્રથી પ્રવેશ મેળવવા માટે વાલીઓ સંપર્ક સાધે

aapnugujarat

ગુજરાત પોલીસની ૧૪૦ની ટીમને દિલ્હી ગેંગ હંફાવી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1