Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આરબીઆઈનો સ્ટાફ ૫-૬ સપ્ટે.ના રોજ માસ સીએલ પર જશે

ધી યુનાઇટેડ ફોરમ ઓફ રિઝર્વ બેન્ક ઓફિસર્સ એન્ડ એમ્પ્લોઇઝ દ્વારા તેના સભ્યોને પેન્શન સુધારા અને નવા વિકલ્પો આપવાની લાંબા સમયથી પડતર માગણીઓના સમર્થનમાં પાંચ અને છ સપ્ટેમ્બરે ર૦૧૮ના રોજ સામૂહિક (માસ સીએલ) સીએલ પર જવા એલાન આપ્યું છે. આ અગાઉ રિઝર્વ બેન્કના અધિકારીઓ અને કર્મચારીઓના યુનિયન ધી યુનાઇટેડ ફોરમ ઓફ રિઝર્વ બેન્ક ઓફિસર્સ એન્ડ એમ્પ્લોઇઝ ર૦ ઓગસ્ટના રોજ દેશભરમાં આરબીઆઇની તમામ શાખાઓ અને કેન્દ્રોના દરવાજે વિરોધ દેખાવો કરશે. ત્યારબાદ ર૭ ઓગસ્ટના રોજ સંબંધિત રિઝોનલ ડાયરેક્ટર્સને આવેદન પત્ર સુપરત કરવામાં આવશે.
ત્રીજી ઓગસ્ટના રોજ મુંબઇમાં યુનાઇટેડ ફોરમની બેઠક મળી હતી, જેમાં સામૂહિક સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ભારતભરમાંથી એકત્ર કરાયેલ સહીઓ સાથેનું આવેદનપત્ર રિઝર્વ બેન્કના ગવર્નરને સુપરત કરવામાં આવશે. આ બેઠકના પગલે બે દિવસ સુધી તમામ અધિકારીઓ-કર્મચારીઓના માસ સીએલ કાર્યક્રમનો નિર્ણય લેવાયો હતો.

Related posts

મતદાન બાદ તૃણમુલ નરસંહાર કરાવી શકે છે : સીતારામન

aapnugujarat

भाजपा और भाजपा नेतृत्व पर दोष लगाने का प्रयास कर रही कांग्रेस : वसुंधरा राजे

editor

‘ટાઇગર અભી જિન્દા હૈ, ૫ વર્ષ પહેલાં પરત ફરી શકું છું મુખ્યમંત્રી હાઉસ’ : શિવરાજસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1