Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું

અમદાવાદનાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દાણચોરીનું આશરે ૧.૫ કિલો સોનું ઝડપાયું છે. જેમાં ત્રણ જણની સંડોવણીની આશંકા દર્શાવાઇ રહી છે. કસ્ટમ વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દાણચોરીના સોનાની હેરાફેરીનો વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં એરપોર્ટ પર કામ કરતાં ખાનગી એવિએશન સર્વિસના બે યુવાનોની સંડોવણી બહાર આવી છે. કસ્ટમ વિભાગે ખાનગી એવિએશનના વરૂણ નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક યુવાન જેનું નામ જેટ સ્કાય છે તે હાલ ફરાર છે.
સામાન્ય રીતે લોકો બીજા દેશમાંથી સોનું ખરીદીને ભારતામાં લાવતાં હોય છે. જો તેવો આ સોનું કાયદેસર લાવે તો તેમને સોના પર ડ્યૂટી ભરવાની હોય છે. પરંતુ આ બચાવવાની લાલચમાં લોકો છુપાવીને કે એવિએશનના કોઇ માણસની મદદથી ગેરકાયદેસર આ રીતે સોનું બહાર લાવતાં હોય છે. આવા અનેક કિસ્સા પહેલા પણ સામે આવેલા છે.
આ બે યુવાનો યાત્રીઓના સોનાને ગ્રીન ચેનલમાંથી બચાવીને એરપોર્ટની બહાર લઇ જતા હતાં. જેમાં આ બે યુવાનો પેસેન્જરો સાથે મળીને સોનાની હેરાફેરી કરી રહ્યાં હતાં. આ મામલે કસ્ટમ વિભાગ આગળ તપાસ કરી રહ્યું છે.

Related posts

જામકંડોરણામાં વીજળી પડતા યુવાનનું મોત

editor

નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમની મુલાકાત લઇ ઝાંખી નિહાળી

aapnugujarat

પેપર લીક કેસ : દહીંયા ગેંગના ૩ મુખ્ય આરોપીઓને પકડી પડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1