Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી લોર્ડસમાં બીજી ટેસ્ટ મેચ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ લોડ્‌ર્સના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. બર્મિગ્હામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ શ્રેણીમાં બરોબરી કરવી માટે ભારતીય ટીમ પર દબાણ વધી ગયુ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબુત ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય ઇલેવનમાં એકબે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. ચેતેશ્વર પુજારાને તક આપવામાં આવી શકે છે. પ્રથમ ટેસ્ટમાં કોહલીએ જોરદાર દેખાવ કર્યા બાદ તેના પર ખાસ નજર રહેશે. જો કે ફ્લોપ રહેલા અન્ય ખેલાડીઓ પણ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. આ ટેસ્ટ મેચને લઇને ભારે રોમાંચ કરોડો ક્રિકેટ પ્રેમીમાં જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કોણ બનાવે છે તેના પર નજર રહેશે. બીજી બાજુ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધારે વિકેટ કોણ મેળવે છે તેના પર પણ નજર રહેશે. પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ ભારતીય ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં જોરદાર તૈયારી છેલ્લા કેટલાક દિવસથી કરી રહી હતી. ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ પણ લડાયક મુડમાં દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડ પાસે અનેક આધારભુત ખેલાડી છે જેમાં એલિસ્ટર કુક, જોઇ રૂટનો સમાવેશ થાય છે. બોલિંગમાં તમામની નજર ફરી એકવાર એન્ડરસન પર કેન્દ્રિત રહેશે. જોઇ રૂટ પોતે આધારભુત બેટ્‌સમેન તરીકે છે. ટીમમાં એલિસ્ટર કુક પણ છે. જે વ્યાપક અનુભવ ધરાવે છે. જો કે તે પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ રહ્યો હતો. હવે તેનાથી પણ ભારતને સાવધાન રહેવાની જરૂર પડશે. હાલમાં જ પુરી થયેલી ત્રણ વનડે મેચોન શ્રેણીમાં ઇંગ્લેન્ડે ૨-૧થી જીત મેળવી હતી તે પહેલા ત્રણ મેચોની ટ્‌વેન્ટી શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી. આ ઉપરાંત આયર્લેન્ડ સામે રમાયેલી બંને મેચો પણ ભારતે જીતી હતી. લાંબા ગાળા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. હાલમાં ઇંગ્લેન્ડ ૧-૦ની લીડ ધરાવે છે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે વધારે લડાયક દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમમા રશિદનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ ભારતને ભારે પડી શકે છે. ટીમની જે રીતે પસંદગી કરવામાં આવી છે તે જોતા તે વધારે સારી અને સંતુલિત ટીમ છે. મેચને લઇને ચાહકો માટે ઉત્સુક દેખાઇ રહ્યા છે. કોહલી અને રૂટ વચ્ચે સ્પર્ધા છે.
ઉલ્લેખનીય છે કે, લોડર્સના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે ત્યારે કેટલાક રેકોર્ડ પણ ભારતીય બેટ્‌સમેનોની નજર રહેશે. લોડર્સના મેદાનની વાત આવતાની સાથે જ ભારતના સ્ટાર બેટ્‌સમેન દિલીપ વેગસરકરની યાદ આવી જાય છે. વેંગસરકરે આ મેદાન પર ત્રણ સદી ફટકારી છે. આ મેદાન પર મહાન ખેલાડી સચિન તેન્ડુલકર અને સુનિલ ગાવસ્કર પણ સદી કરી શક્યા નથી. આ મેદાન પર ભારત તરફથી સૌથી વધુ ૧૮૪ રનનો રેકોર્ડ રહ્યો છે. વીનુ માંકડે વર્ષ ૧૯૫૨માં આ મેદાન પર ૧૮૪ રનની ઇનિગ્સ રમી હતી. ત્યારબાદથી છેલ્લા ૬૬ વર્ષના ગાળામાં આ રેકોર્ડ સુધી કોઇ ભારતીય બેટ્‌સમેન પહોંચી શક્યો નથી. વેંગસરકરે આ મેદાન પર ત્રણ સદી કરી છે. રવિ શાસ્ત્રી અને અઝહરુદ્ધીન પણ આ મેદાન પર સદી કરી શક્યા છે. રાહુલ દ્રવિડ પણ એક સદી કરી શક્યો છે.

Related posts

દેશનાં એટીએમ પૈકી અડધા માર્ચ ૨૦૧૯ સુધી બંધ થઇ શકે

aapnugujarat

PM Modi inaugurates new building of Western Court Annexe

aapnugujarat

योगी आदित्यनाथ आईएस की हिट लिस्ट में टोप पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1