Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં રોજ ૫૨ મહિલાઓ સાથે દુષ્કર્મ….!!?

યોગી સરકાર જ્યારથી સત્તામાં આવી ત્યારથી અપરાધીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવેલું છે. અનેક અપરાધીઓના એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યા છે, બીજી તરફ અનેકને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. પરંતુ આરટીઆઈ દ્વારા મળેલી માહિતી બાદ યોગી સરકારમાં ઉત્તર પ્રદેશના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા કરી દીધા છે. આ સરકારમાં દહેશ હત્યા, દુષ્કર્મ, છેડતી તથા મહિલા જાતીય શોષણના મામલા ઝડપથી વધ્યા છે, જે અગાઉની અખિલેશ સરકારથી ઘણા વધુ છે. રાઇટ ટુ ઇર્ન્ફોમેશન ) હેઠળ આપવામાં આવેલા સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોેના આંકડા આ વાતની પુષ્ટિ કરે છે. સામાજિક કાર્યકર્તા સંજય શર્માએ આરટીઆઈ હેઠળ સપાનાં શાસનકાળ અને ભાજપ શાસનકાળમાં થયેલા અપરાધોના આંકડા મેળવ્યા છે. આ આંકડા સપા શાસનકાળ ૧૨ માર્ચ ૨૦૧૨થી લઈને ૧૫ માર્ચ ૨૦૧૭ સુધીના છે. જ્યારે ભાજપ સરકારમાં ૧૬ માર્ચ ૨૦૧૭થી લઈને ૩૦ જૂન ૨૦૧૭ સુધીના અપરોધોનું વિવરણ છે. આરટીઆઈ હેઠળ મળેલી જાણકારી મુજબ, અખિલેશ સરકાર દરમિયાન ઉત્તર પ્રદેશમાં ૨૦૧૨થી ૨૦૧૭ સુધીના સમયમાં દહેજ હત્યાના ૧૧,૪૪૯ કેસ, બળાત્કારના ૧૩,૯૮૧ કેસ,શિયળભંગના ૩૬,૬૪૩ કેસ, અપહરણના ૪૮,૦૪૮ કેસ, છેડતીના ૪,૮૭૪ કેસ, મહિલા જાતીય શોષણના ૫૧,૦૨૭ કેસ અને પોક્સો એક્ટના ૧૩,૭૨૭ કેસ નોંધાયા છે. બીજી તરફ, યોગી સરકારમાં આ વર્ષે ૧૬ માર્ચથી લઈને ૩૦ જૂન સુધીના ૧૦૭ દિવસોમાં દહેજ હત્યાના ૩,૪૩૫, બળાત્કારના ૫,૬૫૪, શિયળભંગના ૧૭,૨૪૯, અપહરણના ૨૧,૦૭૭, છેડતીના ૧,૪૧૦, મહિલા જાતીય શોષણના ૨૦,૫૭૩ અને પોક્સો હેઠળ ૭,૦૧૭ કેસ નોંધાયા છે. મીડિયા અહેવાલ મુજબ, સપા શાસનકાળમાં દરરોજ બળાત્કારના સરેરાશ ૭ કેસ નોંધાતા હતા, પરંતુ હાલની યોગી સરકારમાં આ આંકડો રોજનો સરેરાશ ૫૨ સુધી પહોંચી ગયો છે. આ રીતે દહેજ હત્યા, શિયળભંગ, અપહરણ, છેડતી જેવા મામલાઓમાં પણ ઘણો વધારો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ઉત્તર પ્રદેશમાં મહિલા સુરક્ષાની સ્થિતિ ખરાબ છે અને યોગી સરકારને તે દિશામાં કડક પગલા ભરવા પડશે.

Related posts

कांग्रेस नेता मनुसंघवी की चुनाव आयोग से मांग, गुजरात में राज्यसभा के एक साथ हो चुनाव

aapnugujarat

NIA पंजाब में आतंकी गुरपतवंत सिंह पन्नु व हरदीप सिंह निज्जर की सम्पत्तियां करेगी कुर्क

editor

અમરનાથ શ્રદ્ધાળુ ઉપર હુમલાનો ખતરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1