Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બે રાજકીય પક્ષો સંસદમાં ઈમરાન સામે ગઠબંધન ઉમેદવાર ઊભો રાખશે

ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજનેતા ઈમરાન ખાનના વડાપ્રધાન બનવા સામે નવો પડકાર ઉભો થયો છે. પાકિસ્તાનના બે રાજકીય પક્ષોએ જાહેરાત કરી છે કે, તે પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના અધ્યક્ષ ઈમરાન ખાન વિરૂદ્ધ સંસદમાં ગઠબંધન ઉમેદવાર ઉભો રાખશે. આ ગઠ્‌બંધનને અનેક નાની મોટી રાજકીય પાર્ટીઓનું સમર્થન હાંસલ છે.
ઈમરાન ખાન ૧૧ ઓગષ્ટે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. જ્યારે વિરોધ પક્ષની આ દાવેદારી આસાન નહીં રહે. કારણ કે, ઈમરાન ખાનના પક્ષને ૨૭૨માંથી ૧૧૬ બેઠકો મળી છે. તે અપક્ષ ઉમેદવારો સાથે મળીને સરકાર રચવામાં સફળ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બે મુખ્ય વિરોધી દળોએ આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાનની સેનાએ ૨૫ જુલાઈએ યોજાયેલી ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો છે. તે નાના પક્ષો સાથે મળીને ઈમરાન ખાનની પાર્ટી વિરૂદ્ધ મતદાન કરશે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ની નેતા મરિયમ ઔરંગઝેબે કહ્યું છે કે, આ એક ગઠબંધન છે જે ગેરરીતિ આચરીને ચૂંટણીની વિરૂદ્ધ રચાયું છે. આ ગઠબંધન પાસે ઈમરાન ખાનને હરાવવા લાયક આંકડા નથી. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને પીએમએલ-એન અને અન્ય કેટલાન નાના દળોએ ઈમરાન ખાન વિરૂદ્ધ આ ગઠબંધન રચ્યું છે. તેને ઓલ પાર્ટીઝ કોન્ફ્રેન્સ નામ આપવામાં આવ્યું છે. પીએમએલ-એન અને પીપીપી અનેકવાર પાકિસ્તાનમાં સત્તામાં રહી ચુક્યાં છે.

Related posts

દુનિયાભરમાં ૪૦ વર્ષમાં મોંઘવારીનો ગ્રાફ સૌથી ટોચ પર પહોંચ્યો

aapnugujarat

ટેક્સ ફ્રી નથી રહ્યા સાઉદી અરેબિયા-યુએઇ, બન્યા વેટ લાગુ કરનારા પ્રથમ અખાતી દેશો

aapnugujarat

पाकिस्तानी थल सेना में बड़ा फेर-बदल, फैज हामिद बने नए ISI प्रमुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1