Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટેક્સ ફ્રી નથી રહ્યા સાઉદી અરેબિયા-યુએઇ, બન્યા વેટ લાગુ કરનારા પ્રથમ અખાતી દેશો

સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)એ સોમવારે વેલ્યુ-એડેડ ટેક્સ દાખલ કર્યો છે. અખાતી દેશોમાં આ બંને પ્રથમ એવા દેશો છે કે જેમણે ટેક્સ લાગુ કર્યો છે. રેવન્યુ વધારવા માટે મોટા ભાગની વસ્તુઓ અને સેવાઓ પર ૫ ટકા ટેક્સ નક્કી કરવામાં આવ્યો છે. ખાણી-પીણીની ચીજો, કપડાં, પેટ્રોલ, ફોન, પાણી અને વીજળીના બિલોની સાથે હોટલોમાં બુકિંગ પર પણ વેટ લગાવવામાં આવ્યો છે.ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, યુએઇએ પ્રથમ વર્ષમાં વેટથી આશરે ૩.૩ અબજ ડોલરની આવકનો અંદાજ રાખ્યો છે.શૂરા કાઉન્સિલના એક મેમ્બર મોહમ્મદ અલ ખુનેજીએ કહ્યું કે, વેટ લાગુ કરવાનો હેતુ સાઉદી સરકારના ટેક્સ રેવન્યુને વધારવાનો છે, જેથી માળખાકીય અને વિકાસના કામો માટે ખર્ચ કરી શકાય.સાઉદી અરબમાં ૯૦ ટકાથી વધારે બજેટ રેવન્યુ ઓઇલ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે. જ્યારે યુએઇમાં તે આશરે ૮૦ ટકા છે.બંને દેશોએ સરકારી ભંડોળ વધારવા માટે અનેક પગલાં લીધા છે.સાઉદી અરબમાં તમાકુ અને કોલ્ડ ડ્રિન્ક્‌સની સાથે સ્થાનિક લોકોને આપવામાં આવતી સબસિડીમાં કાપ મૂક્યો છે.તે ઉપરાંત યુએઇમાં ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે અને ટુરિઝમ ટેક્સ રજૂ કરવામાં આવ્યો છે.બંને દેશોમાં હજુ ઇન્કમ ટેક્સ રજૂ કરવાની કોઇ યોજના નથી.બંને દેશોમાં રહેતા મોટા ભાગના લોકો પોતાની કમાણી પર કોઇ ટેક્સ નથી આપતા.સાઉદી અરબ અને યુએઇમાં ૫ ટકા વેટ પછી પણ અહીંનો ટેક્સ રેટ યુરોપીયન દેશો કરતા ઘણો ઓછો છે.કેટલાક યુરોપીયન દેશોમાં સરેરાશ ૨૦ ટકા વેટ રેટ છે. તેથી જો યુરોપીયન દેશો સાથે તુલના કરીએ તો સાઉદી અરેબિયા હજુ પણ મોંઘું નથી.

Related posts

Trump announces permanent ceasefire in Syria

aapnugujarat

पाक : IED ब्लास्ट, तीन सैन्य अधिकारियों सहित चार की मौत

aapnugujarat

प्रधानमंत्री मोदी ने मॉरीशस में सुप्रीम कोर्ट बिल्डिंग का किया उद्घाटन

editor

Leave a Comment

UA-96247877-1