Aapnu Gujarat
ગુજરાત

મહિલા બુટલેગર ફરાર થઇ જતાં પોલીસ કર્મી સસ્પેન્ડ

શહેરના બાપુનગર વિસ્તારમાં મારામારી તેમજ દારૂના કેસમાં સંડોવાયેલી એક આરોપી મહિલા બુટલેગર ગઇકાલે મોડી રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશનમાંથી સિફતતાપૂર્વક ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, મહિલા બુટલેગર પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઇ જતાં ઉચ્ચ પોલીસ અધિકારી ડીસીપીએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી હતી અને આ ઘટના માટે જવાબદાર અને ફરજમાં ચૂક દાખવનાર એક એએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. જેને પગલે શહેરભરના પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. બાપુનગર પોલીસના લોકઅપમાંથી મહિલા બુટલેગર ફરાર થઇ જવાની આ ગંભીર ઘટનામાં ઝોન-પના ડીસીપી હિમકરસિંહે એક આસિ. સબ ઇન્સ્પેકટર, બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા. ચાર પોલીસ કર્મચારી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાતાં શહેરભરના પોલીસ બેડામાં સસ્પેન્શનનો મામલો ચર્ચાનો મુદ્દો બન્યો હતો. બીજીબાજુ, બાપુનગર પોલીસે ચારેય પોલીસ કર્મચારીઓ સામે ગંભીર બેદરકારી દાખવવા બદલ ગુનો પણ દાખલ કર્યો છે, જેને લઇ આ પોલીસ કર્મચારીઓની મુશ્કેલી વધી છે.

Related posts

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ ઝુમ બરાબર ઝુમ ઝડપાયો : ગુન્હો દાખલ થયો

aapnugujarat

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા કમલમ ખાતે મીડીયા પ્રશિક્ષણ વર્ગ યોજાયો

editor

राहुल गांधी की घोषणा : जीते तो १० दिन के अंदर कर्ज माफी की नीति की घोषणा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1