Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

‘ગૃહયુદ્ધ’ની ટિપ્પણી બાદ મમતા સામે કેસ

દેશમાં ’ગૃહયુદ્ધ’ અને ’ખૂનામરકી’ની પરિસ્થિતિ ઉભી થશે તેવી ટિપ્પણી બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આસામના દિબ્રુગઢની બીજેપી યુથ વિંગના ત્રણ કાર્યકરોએ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે નોર્થ ઇસ્ટના રાજ્યોના ૪૦ લાખ જેટલા લોકો ગેરકાયદે ભારતમાં રહેતા હોવાનો ડ્રાફટ્‌ રજૂ થવા પર ટિપ્પણી કરતા મમતાએ જણાવ્યું હતું કે આના કારણે દેશમાં ગૃહયુદ્ધ અને ખૂનામરકીની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.
મંગળવારે દિલ્હીમાં હાજર રહેલા મમતાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “રાજકીય હેતુ પાર પાડવા માટે એનઆરસી ડ્રાફ્ટ લાવવામાં આવ્યો છે. અમે કોઈ પણ કાળે આવું નહીં થવા દઈએ. બીજપી લોકોના ભાગલા પાડી રહી છે. આને કોઈ પણ કાળે સહન ન કરી શકાય. આના કારણે દેશમાં ’ગૃહયુદ્ધ’ અને ’ખૂનામરકી’ની પરિસ્થિતિ ઉભી થશે.
મમતા બેનરજીએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે બીજેપીની સરકાર રાજકીય લાભ ખાટવા માટે લાખો લોકોને નાગરિકતાવિહોણાં કરી રહી છે.

Related posts

पाक ने आतंक को बनाया व्यापार : जयशंकर

aapnugujarat

मंदसौर के बाद अब विदेश  की सैर पर कांग्रेस उपाध्यक्ष

aapnugujarat

અખિલેશને ફટકો : માયા પેટાચૂંટણીથી દૂર જ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1