Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શું અમરસિંહ હવે મુલાયમ સામે ચૂંટણી લડશે..!!?

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ વિરૂદ્ધ તેમના એક સમયના નજીકના સાથીદાર અમર સિંહને ભાજપ મેદાનમાં ઉતારી શકે છે. તાજેતરમાં જ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાસ મહત્વ આપવામાં આવ્યા બાદ ભાજપની સહયોગી પાર્ટી સુહૈલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)એ સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમર સિંહને પાર્ટીમાં શામેલ કરવા આમંત્રણ આપ્યું છે.
એસબીએસપીએ ઉત્તર પ્રદેશમાં આઝમગઢ બેઠક પરથી અમરસિંહને ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મોકલી આપ્યો છે. વર્તમાનમાં આ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ સાંસદ છે.
તાજેતરમાં જ લખનૌમાં યોગી સરકારની ગ્રાઉંડ બ્રેકિંગ સેરેમની દરમિયાન ભગવાધારી કુર્તો પહેરીને આવી પહોંચેલા અમરસિંહને લઈને દિવસ દરમિયાન ચર્ચાઓનું બજાર ગરમ રહ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન મોદી પણ પોતાના ભાષણમાં વારંવાર અમરસિંહનો ઉલ્લેખ કરતાં રહ્યાં. એસબીએસપી પ્રમુખ ઉત્તર પ્રદેશ મંત્રી ઓમપ્રકાશ રાજભરે મંગળવારે કહ્યું હતું કે, જો અમર સિંગ આઝમગથી ૨૦૧૯ની ચૂંટણી લડવા માંગતા હોય અને આ બેઠક અમારા કોટામાં આવે તો અમે આનંદ સાથે તેમને આ બેઠક ઓફર કરીશું. એસબીએસપીના દરવાજાઓ હંમેશા તેમના માટે ખુલ્લાં છે.
રાજભરે વધુમાં ઉમેર્યું હતું કે, જોકે હજી સુધી એ બાબત નક્કી નથી અને બેઠકોની ફાળવણીએ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. એનડીએના સહયોગી દળો વચ્ચે બેઠકોની ફાળવણી થવાની હજી બાકી છે.
૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં આ બેઠક ભાજપના રમાકાંત યાદવને હરાવીને મુલાયમ સિંહે જીતી લીધી હતી. પરંતુ આ બેઠક પર ભાજપની નજર ઠરી છે.

Related posts

ચીન સાથે યુદ્ધની આશંકા વચ્ચે રક્ષામંત્રાલયે સરકાર પાસે કરી વધુ બજેટની માંગ

aapnugujarat

वर्तमान हालात में बीएसएफ की भूमिका अहम : राकेश अस्थाना

editor

कश्‍मीर में पाबंदियां हटाते ही माहौल बिगाड़ना शुरू करेगा पाक: जयशंकर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1