Aapnu Gujarat
મનોરંજન

બોલીવુડમાં કમબેક હોતું નથી : ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય બચ્ચન એ અભિનેત્રીઓમાં સામેલ છે, જેમનો ક્રેઝ દર્શકોમાં લગ્ન બાદ પણ જળવાયેલો છે. આજે પણ તે પોતાના કામને લઇને કોન્શિયસ છે અને ઘણું બધું શીખવા ઇચ્છે છે. આજે તે ૪૪ વર્ષની થઇ, પરંતુ તેનો જલવો તેવો જ છે. તેનું માનવું છે કે જેમ જેમ કલાકારની ઉંમર વધે છે તેમ તેમ ડિરેક્ટર માટે તેમની જરૂરિયાત પણ એટલી જ વધતી જાય છે.
હવે ઐશ્વર્યા રાયની ‘ફન્નેખાં’ રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મ એક મ્યુઝિકલ ડ્રામા છે, તેમાં ઐશ્વર્યા સિંગરનો રોલ કરી રહી છે. ઐશ્વર્યા પોતાની ફિલ્મની રિલીઝને લઇ ક્યારેય નર્વસ થતી નથી. તે કહે છે કે કોઇ પણ ફિલ્મ માટે નર્વસ થવું સમજદારી નથી.
હું ક્યારેય ફિલ્મ માટે નર્વસ થતી નથી. ફિલ્મ બને તે પહેલાં અમે અમારા ૧૦૦ ટકા તેને આપી ચૂક્યાં હોઇએ છીએ. ત્યારબાદ બધું જ દર્શકોના હાથમાં હોય છે. તેથી નર્વસ થવાનો કોઇ ફાયદો નથી.
દરેક કલાકાર પોતાની ફિલ્મ માટે ખૂબ મહેનત કરે છે, પરંતુ જ્યારે તે ફિલ્મ લોકોની આશા પર ખરી ઊતરતી નથી ત્યારે કેવું ફીલ થાય છે? ઐશ્વર્યા કહે છે કે જ્યારે લોકો તમારી મહેનતને પસંદ કરતા નથી, તમારી પ્રોડક્ટને સારો રિસ્પોન્સ મળતો નથી તો સ્વાભાવિક રીતે ઘણું બધું સારું લાગતું નથી, પરંતુ આ બોલિવૂડ છે.
અહીં આવું ચાલતું જ રહે છે. કોઇ એક ફિલ્મની નિષ્ફળતાથી કલાકારની કરિયર રોકાતી નથી. ભૂલમાંથી કંઇક શીખીને આગળ વધી શકાય છે. ઐશ્વર્યાને કમબેક શબ્દ સામે પણ વાંધો છે. તે કહે છે કે મેં ક્યારેય કહ્યું નથી, ‘જજબા’ કે અન્ય કોઇ ફિલ્મથી હું એક્ટિંગમાં કમબેક કરી રહી છું.

Related posts

અક્ષય કુમાર અને ટ્વિન્કલએ 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ડોનેટ કરવાનો નિર્ણય

editor

તૃપ્તિ ડિમરી રણબીર સાથે કામ કરવા ઇચ્છુક

aapnugujarat

शाहिद मेरे लिए चमकदार उदाहरण रहे हैं: ईशान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1