Aapnu Gujarat
મનોરંજન

નવાજુદ્દીન હાલમાં જેમ્સ બોન્ડની ફિલ્મો નિહાળે છે

અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીની ગણતરી બોલિવુડમાં એવા અભિનેતા તરીકે કરવામાં આવે છે જે કોઇ પણ પ્રકારની ભૂમિકા સારી રીતે અદા કરી શકે છે. નવાજુદ્દીન હાલમાં બાબુમોશાય બંદુકબાજ નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમ્સ બોન્ડની ફિલ્મો તે હાલમાં નિહાળી રહ્યો છે. આ ફિલ્મો મારફતે તે પ્રેરણા લઇ રહ્યો છે. નવાજુદ્દીને કહ્યુ છે કે જ્યારે તે ફિલ્મની પટકથા વાંચી રહ્યો હતો ત્યારે જ તેના દિમાંગમાં સૌથી પહેલા જેમ્સ બોન્ડની ફિલ્મો આવી ગઇ હતી. જેમ્સ બોન્ડની ફિલ્મો મારફતે તે વધારે માહિતી મેળવી રહ્યો છે. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તેની ભૂમિકા જેમ્સ બોન્ડ જેવી નથી પરંતુ જેમ્સ બોન્ડની ફિલ્મો નિહાળીને તે વધારે સારી એક્ટિંગ કરવાના પ્રયાસ કરી શકે છે. આ ફિલ્મોથી તેને પ્રેરણા મળી રહી છે. જેમ્સ બોન્ડ જે રીતે હાથમાં બંદુક પકડે છે અને ચારેબાજુ નજર રાખે છે તે બાબત શિખવા જેવી છે. તેનુ કહેવુ છે કે જેમ્સ બોન્ડની ફિલ્મો નિહાળીને ફિલ્મમાં કામ કરવાની બાબત તેના માટે વધારે આદર્શ હોઇ શકે છે. ફિલ્મમાં તેની સાથે દિવ્યા દત્ત, બિદિતા અને મુરલી શર્માની મુખ્ય ભૂમિકા છે. નવાજુદ્દીન ફિલ્મમાં એક્શન હિરોના રોલમાં નજરે પડનાર છે. કિરણ શ્યામ શ્રોફ અને અશ્મીત કુન્દર આ ફિલ્મનુ નિર્માણ ધ મોબના બેનર હેઠળ કરી રહ્યા છે. ફિલ્મ એક્શનથી ભરપુર રહેશે. નવાજુદ્દીન કોઇ પણ રોલને શાનદાર કરી દેવા માટે જાણીતા રહ્યા છે. તે હજુ સુધી તમામ પ્રકારના રોલને સારી રીતે અદા કરી રહ્યો છે.

Related posts

હેલ બેરી સિવાય કોઇ બ્લેક એક્ટર ઓસ્કાર જીતી શકી નથી

aapnugujarat

नेहा धूपिया रोडीज के तीसरे सीजन में जज के तौर पर नजर आएंगी

aapnugujarat

આમીર અને સલમાન સાથે કામ કરવાની ઇચ્છા છે : શાહરૂખ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1