બોલિવુડમાં લોકપ્રિય અને આશાસ્પદ અભિનેત્રીમાં સ્થાન ધરાવનાર સોનમ કપુર હાલમાં આનંદ આહુજા નામની વ્યક્તિ સાથે ડેટિંગ કરી રહી છે પરંતુ તે કોઇ માહિતી આપી રહી નથી. સોનમ કપુરના ડેટિંગના અહેવાલની ચર્ચા હાલમાં બોલિવુડમાં જોવા મળે છે. બન્ને છેલ્લા કેટલાક સમયથી સાથે પણ નજરે પડે છે. જો કે બન્ને પોતાના સંબંધ અંગે વાત કરવા માટે તૈયાર નથી. હાલમાં સોનમ કપુરને આ સંબંધમાં પુછવામાં આવતા કોઇ માહિતી આપવાનો સોનમ કપુરે ઇન્કાર કર્યો હતો. સોનમ કપુર અને આહુજા અનેક વખત એકસાથે કેમેરામાં કેદ થઇ ચુક્યા છે. જો કે બન્ને કોઇ વાત કરવા માટે તૈયાર નથી. તેમના નજીકના લોકો માને છે કે બન્ને વચ્ચે રોમાંસ છે. બન્ને એકબીજાના ગળાડુબ પ્રેમમાં પણ છે. પરંતુ બન્ને હાલમાં તેમના સંબંધોની માહિતી જાહેર કરવા માટે તૈયાર નથી. હાલમાં જ રેડ કાર્પેટ કાર્યક્રમમાં સોનમ કપુરને આ સંબંધમાં પ્રશ્નો કરવામાં આવતા તે નારાજ થઇ ગઇ હતી. એવોર્ડ કાર્યક્રમમાં હાજર રહેલા લોકો સોનમ પાસેથી વિસ્તૃત જવાબની રાહ જોઇ રહ્યા હતા પરંતુ સોનમે કોઇ માહિતી જાહેર કરી ન હતી. પ્રશ્ન કરવામાં આવ્યા બાદ સોનમ કપુરે કહ્યુ હતુ કે તે પર્સનલ લાઇફ અંગે કોઇ વાત કરવા માટે ઇચ્છુક નથી. તેનુ કહેવુ છે કે તે ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીઝમાં છેલ્લા ૧૦ વર્ષથી છે. આ ગાળા દરમિયાન ક્યારેય તે પર્સસલ વિષય પર વાત કરતી નથી. જેથી તે આજે પણ આ વિષય પર કોઇ વાત કરશે નહી. તે આ પ્રશ્નનો જવાબ કોઇ કિંમતે આપશે નહી.
પ્રેમ સંબંધ અંગે કરવામાં આવેલા પ્રશ્નને લઇને લોકપ્રિય સોનમ કપુર નારાજ થઇ ગઇ હતી. તે નવા પ્રશ્ન તરફ આગળ વધી ગઇ હતી. જો કે આહુજા સાથે સંબંધને લઇને કોઇ સત્તાવાર સમાચાર હજુ સુધી મળી શક્યા નથી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ